ગીર સોમનાથ 24 ઓગસ્ટ (હિ.સ.) પ્રભાસ પાટણ સોમનાથ સિંધી ઉત્તર પંચાયત તથા જુલેલાલ ગ્રુપ સોમનાથદ્વારા, ચાલીસા ઉત્સવ 24 વર્ષથી ઉજવવામાં આવે છે. જામનગર વાળા પીન્ટુભાઈ જાંગીયાણીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે.
તારીખ 24- 8- 2025 શ્રી જુલિલાલ ભગવાનને, સવારે 7:00 વાગે દૂધથી અભિષેક કરવામાં આવ્યા, ત્યાર પછી સવારે 10 થી 12 વાગ્યા સુધી કીર્તન ભજન કરવામાં આવ્યા, તે પછી બપોરે 1 થી 3 સમૂહ મહાપ્રસાદ આયોજન કરવામાં આવેલ હતું. સાંજે 4.30 વાગે શોભાયાત્રા, હિંગળાજ માતા મંદિર ધ્વજારોહણ પણ આયોજીત કરવામાં આવી, ચોગાન ચોક થી દરજીવાડા મેઘદૂત તાલુકા શાળા પાટ ચકલા સોમનાથ મંદિરે થઈ, ત્રિવેણી સંગમ ત્યારબાદ મહા આરતી થઈ અને સિંધી સમાજના વેપારીઓ દ્વારા, પોતાના રોજગાર ધંધા આખો દિવસ બંધ રાખી ચાલીસા ઉત્સવની ધામધૂમતી ઉજવણી કરવામાં આવી છે, એમ સિંધી સમાજ પ્રમુખઅશોક બસોતાણીની યાદીમાં જણાવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ