ગીર સોમનાથ 24 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ફિટનેસ અવેરનેસ પોગ્રમ અંતર્ગત સન્ડે ઓન સાઇકલ ફિટ ઇન્ડિયા સાયકલ રેલી વેરાવળ પોલીસ વિભાગ ના ઉપક્રમે તા.24/08/2025 ના રવિવાર ના સવારે કલાક-09:00 કલાકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી થી નમસ્તે સર્કલ અને નમસ્તે સર્કલથી સંસ્કૃત યુનિવર્સિટી પરત સન્ડે ઓન સાયકલ પોગ્રામ અન્વયે ગીર સોમનાથ પોલીસ હેડ ક્વાર્ટર સોમનાથ સુરક્ષા વિભાગના ડી વાય એસ પી ખટાણા વેરાવળ સીટી પી આઈ એચ આર ગોસ્વામી ,વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પલલ્વીબેન જાની, એસ ઓ જીના સિંધવ સહિતનાઓએ ગ્રીન ફેલગ આપી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું,
વેરાવળ પોલીસ વિભાગ, એલસીબી, એસઓજી, ટ્રાફિક, એ સી બી વિભાગના તમામ અધિકારીઓ શહેરની સંસ્થાઓ ના હોદ્દેદારો વેરાવળ, રેયોન કર્મચારી રાજેશ કોટેચા, ફિશરીઝ કોલેજ ના પ્રોફેસર કેતન ટાંક, રેડ ક્રોસના કમલેશ ફોફાંડી, અનિષ રાચ્છ, વેપારી ભરતભાઈ સહિતના શહેરના સાઈકલ પ્રેમી ભાઈઓ બહેનો આ રેલીમા સહભાગી બની સન્ડે ફીટ ઇન્ડિયા મોમેન્ટ્સમા જોડાઈને રોજ અડધો કલાક સાયકલ ચલાવી ફિટનેસ અવેરનેસ માટે સંદેશો આપ્યો હતો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પી આઇ કાછડ એ, જહેમત ઉઠાવેલ હોવાનું પોલીસ વિભાગની એક યાદીમાં જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ