જમ્મુ અને કાશ્મીરનો અન્ય રાજ્યો સાથેનો રોડ સંપર્ક ખોરવાયો, એનએચ-44 પરના બંને પુલને નુકસાન,
વૈકલ્પિક માર્ગને પણ નુકસાન, સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું....
જમ્મુ-પુલ


કઠુઆ, નવી દિલ્હી,24 ઓગસ્ટ (હિ.સ.)

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના ઘણા ભાગોમાં રાત્રિથી ભારે વરસાદને કારણે

જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું છે. જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ

લોગેટ મોડ પર સ્થિત જમ્મુ તરફ જતો એક મહત્વપૂર્ણ પુલ સંપૂર્ણપણે નુકસાન પામ્યો હતો, જ્યારે તેની

બાજુમાં આવેલા કઠુઆ તરફ આવતો પુલ પણ, પૂરની ઝપેટમાં આવી ગયો હતો, જેના કારણે

જિલ્લા વહીવટીતંત્રે, જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગની, બંને બાજુએ અવરજવર બંધ

કરી દીધી છે. જેના કારણે જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગની બંને બાજુ વાહનોની

કતારો લાગી ગઈ છે. સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. હાલમાં, જમ્મુ અને

કાશ્મીરનો અન્ય રાજ્યો સાથેનો રોડ સંપર્ક ખોરવાઈ ગયો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,” આ ભારે વરસાદને કારણે કઠુઆ

જિલ્લામાં જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિત, એક મહત્વપૂર્ણ પુલને પણ

નુકસાન થયું હતું. હાઇવે પર લોગેટ વળાંક નજીકનો એક પુલ, સહાર ખડ નદીના વહેણને

કારણે, વચ્ચેથી તૂટી પડ્યો હતો.”

અધિકારીઓએ જણાવ્યું હતું કે,”ભારે પ્રવાહને

કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સહર ખડ્ડ પર બનેલા બંને પુલ પર વાહનવ્યવહાર બંધ

કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ વાહનોને વૈકલ્પિક માર્ગો દ્વારા, વાળ્યા છે. પરંતુ

ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદના પાણીથી નીચલા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાથી

વૈકલ્પિક માર્ગો પણ જર્જરિત થઈ ગયા છે. કઠુઆના નાગરી, બડાલા, શેરપુર, ખોખ્યાલ વગેરે

વિસ્તારોમાં, ભારે નુકસાન થયું છે. સહાર ખડ્ડની બંને બાજુ જમીનમાં ભારે ધોવાણ પણ

થયું છે. જેમાં ખાડના કિનારે બનેલા ઘણા સ્મશાનગૃહો ધોવાઈ ગયા છે. બીજી તરફ, જો વરસાદ ચાલુ

રહેશે, તો સહાર ખડ્ડના

કિનારે બનેલા રહેણાંક વિસ્તારોને પણ, નુકસાન થવાની સંભાવના છે.”

કઠુઆના ડેપ્યુટી કમિશનર રાજેશ શર્માએ જણાવ્યું હતું કે,”સહાર

ખડ્ડ પર બનેલા એક પુલને, ભારે નુકસાન થયું છે. જ્યારે બીજા

પુલને પણ નબળાઈના સંકેતો દેખાઈ રહ્યા છે.”

તેમણે કહ્યું કે,” જૂના પુલને ઘણું

નુકસાન થયું છે. નવા પુલની સ્થિતિ અંગે પણ થોડી શંકા હતી, તેથી સાવચેતી

રૂપે, અમે તેને

તાત્કાલિક બંધ કરી દીધો છે. હાઇવે અધિકારીઓ અને તેમના ઇજનેરો તેનું નિરીક્ષણ કરવા

આવી રહ્યા છે, અને તે પછી જ

નિર્ણય લેવામાં આવશે.”

હાલમાં, જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક ઠપ્પ છે.

બહારના રાજ્યોમાંથી આવતા મુસાફરો, પોતાના વાહનોમાં બેસીને પરિસ્થિતિ સામાન્ય થવાની

રાહ જોઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સચિન ખજુરિયા / બલવાન સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande