ગીર સોમનાથ, 24 ઓગસ્ટ (હિ.સ.) FIT INDIA fitness ka dose અંતર્ગત, આજ રોજ સવારે કલાક 06/30 વાગ્યેથી એમ.એફ.ચૌધરી dysp ઉના ડિવિઝનની આગેવાનીમાં, ઉના પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન રાણા તથા ઉના,ગીર ગઢડા,નવાબંદર પોલીસ સ્ટેશનની પોલીસ હોમ ગાર્ડ જી.આર.ડી. ટી.આર.બી. તથા SDM ઉના તથા તેમનો સ્ટાફ અને NCC કેડરના વિધાર્થીઓ અને જાહેર જનતા એ મળી, આશરે 150 લોકોને યોગા ટીચર્સ દ્વારા, તમામ પ્રકારના યોગા કરવામાં આવેલ અને ત્યારબાદ કલાક 08/00 વાગ્યેથી dysp એમ.એફ.ચૌધરી તથા pi એમ.એન.રાણા અને ઉના SDM દ્વારા યોગા કેન્દ્ર ખાતે આશરે 45 જેટલી સાઇકલો સાથે આરંભ કરી ત્રિકોણ બાગથી ટાવર ચોક અને એચ.એમ વી.કોલેજ થી પરત યોગા કેન્દ્ર સુધી આશરે 05 કી.મી. સાઈકલ રેલી કરવામાં આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ