પાટણમાં રવિવારે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ .
પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ ધીમી ધારે વરસાદ શરૂ કર્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નાના બાળકો વરસાદની મજા માણતા જોવા મળ્યા છે અને લોકો
પાટણમાં રવિવારે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ .


પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ ધીમી ધારે વરસાદ શરૂ કર્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નાના બાળકો વરસાદની મજા માણતા જોવા મળ્યા છે અને લોકો છત્રી અને રેઈનકોટનો ઉપયોગ કરી રહ્યા છે.

વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. આ સ્થિતિના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી થઈ રહી છે. પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી નિષ્ફળ જાય છે, જેના કારણે લોકો દુઃખી છે.

વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. પાટણ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે કૃષિ માટે સકારાત્મક સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ખેડુતો આશાવાદી દેખાઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande