પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ-પાટણ રૂટ પર એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે. આ સેવા અમદાવાદ ગીતામંદિરથી મહેસાણા અને ચાણસમાથી પાટણ સુધી દરરોજ ઉપલબ્ધ રહેશે.
અમદાવાદથી બસ દરરોજ સવારે 6 વાગ્યે ઉપડશે, જ્યારે પાટણથી પરત અમદાવાદ તરફની બસ સવારે 10થી 11 વાગ્યા વચ્ચે પ્રસ્થાન કરશે. આ નવી સેવા નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરોને આરામદાયક અને સુવિધાજનક મુસાફરીનું સાધન પૂરો પાડશે.
આ સેવા શરૂ કરવા માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એમ.ડી.ને રજૂઆત કરવામાં આવી હતી. મુસાફરોની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને આ રજૂઆતને માન્ય રાખવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ