નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે, શ્રી
ગુરુ ગ્રંથ સાહિબ જીના પવિત્ર પ્રકાશ પર્વ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ
પાઠવી.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોતાના
સંદેશમાં કહ્યું કે,” શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના અમર ઉપદેશો સમગ્ર વિશ્વને
પ્રકાશિત કરી રહ્યા છે.” તેમણે કહ્યું કે,” આ ઉપદેશો કરુણા, નમ્રતા અને
સેવાની ભાવનાને મજબૂત બનાવે છે.” પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે,” શ્રી ગુરુ ગ્રંથ
સાહિબ જીનો સંદેશ માનવતાને એકતા અને સંવાદિતાની ભાવનાને મજબૂત કરવા પ્રેરણા આપે
છે.”
મોદી કામના કરી કે, “આપણે બધા શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જી
દ્વારા બતાવેલા જ્ઞાનના માર્ગ પર ચાલીને વધુ સારી દુનિયા બનાવવાનો સંકલ્પ લઈએ.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ