રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય, રાજા અયોધ્યા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર નું અચાનક અવસાન
અયોધ્યા, નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.). શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય અને રાજ સદન અયોધ્યાના વડા, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર, પપ્પુ ભૈયા નું ગઈકાલે રાત્રે અચાનક અવસાન થયું. પપ્પુ ભૈયા એ, રાજ સદન નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. મૃ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય અને રાજ સદન અયોધ્યાના વડા, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર


અયોધ્યા, નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.). શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય અને રાજ સદન અયોધ્યાના વડા, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર, પપ્પુ ભૈયા નું ગઈકાલે રાત્રે અચાનક અવસાન થયું. પપ્પુ ભૈયા એ, રાજ સદન નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. મૃત્યુના સમાચાર મળતાં જ નજીકના લોકો અને વહીવટી સ્ટાફ નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. તેઓ લગભગ 71 વર્ષના હતા. પપ્પુ ભૈયાના અંતિમ સંસ્કાર રવિવારે બપોરે 12 વાગ્યા પછી સરયુ નદીના કિનારે કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પવન પાંડે / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande