બીસીસીઆઈ, ગૌતમ ગંભીર અને અન્ય ભૂતપૂર્વ દિગ્ગજોએ ચેતેશ્વર પૂજારાને તેમની શાનદાર ટેસ્ટ કારકિર્દી માટે અભિનંદન આપ્યા.
નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ, ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લીધી છે. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ક્રિકેટને અલવિદા કહ્યું. તેમની
પુજારા


નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ટેસ્ટ બેટ્સમેન

ચેતેશ્વર પૂજારાએ, ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લીધી છે. તેમણે

રવિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ક્રિકેટને અલવિદા કહ્યું. તેમની

નિવૃત્તિ પર, ભારતીય ક્રિકેટ

કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ),

ભારતીય ટીમના

મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ પૂજારાને તેમની શાનદાર ટેસ્ટ

કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા છે.

બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર લખ્યું, 1૦૩ ટેસ્ટ, 7195 રન, 16217 બોલનો સામનો, 19 સદી અને 35 અડધી

સદી. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરનારા સૌથી હિંમતવાન અને

શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ચેતેશ્વર પૂજારા - શાનદાર ટેસ્ટ કારકિર્દી માટે અભિનંદન

અને આગળની સફર માટે શુભેચ્છાઓ.

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે, પૂજારાને તેના

ક્રિકેટ કારકિર્દી માટે અભિનંદન આપ્યા અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ''જ્યારે તોફાન

આવ્યું, ત્યારે તે મક્કમ

રહ્યો, જ્યારે આશાઓ

ધૂંધળી થઈ રહી હતી, ત્યારે તેણે લડાઈ

લડી. અભિનંદન, પૂજ્જી.''

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે, પૂજારાની નિવૃત્તિ પર

પ્રતિક્રિયા આપી અને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ''આભાર, પૂજ્જી ભાઈ.''

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે, પૂજારા સાથે મેદાન પર

વિતાવેલા ક્ષણોને યાદ કર્યા. તેમણે તેમને લખ્યું કે,” મારી કેટલીક શ્રેષ્ઠ યાદો

સિડનીથી ગાબ્બા સુધી તમારી સાથે બેટિંગ સાથે જોડાયેલી છે. હું હંમેશા અમારી

ભાગીદારી અને ભારતીય ક્રિકેટમાં તમારા યોગદાનને યાદ રાખીશ. પૂજ્જી ભાઈ, તમારી શાનદાર

ટેસ્ટ કારકિર્દી માટે અભિનંદન અને શુભેચ્છાઓ તમારા ભવિષ્ય માટે.”

ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે લખ્યું, ચેતેશ્વર

પૂજારાને શાનદાર ટેસ્ટ કારકિર્દી માટે અભિનંદન. તમારો ધૈર્ય, દૃઢ નિશ્ચય અને

સખત મહેનત પ્રેરણાદાયક હતી અને તમે જે પ્રાપ્ત કર્યું છે તેના પર તમે ગર્વ અનુભવી

શકો છો. યાદગાર બીજી ઇનિંગ માટે શુભકામનાઓ.

ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે લખ્યું, એક વ્યક્તિત્વ

જેણે હંમેશા દેશ માટે પોતાનું શરીર, મન અને આત્મા સમર્પિત કર્યું. પૂજજીને તમારી શાનદાર

કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન. ફરી મળીશું.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ લખ્યું, ભાઈ ચેતેશ્વર

પૂજારાને અભિનંદન. તમને અને તમારા પરિવારને શાનદાર કારકિર્દી માટે શુભકામનાઓ. મહાન

રેકોર્ડ ચેતેશ્વર પૂજારાની ટેસ્ટમાં શાનદાર કારકિર્દી હતી. તેણે ભારતીય ટીમ માટે 103 ટેસ્ટ મેચમાં 43.60 ની સરેરાશથી 7195 રન બનાવ્યા. આ

દરમિયાન, તેણે 19 સદી અને 35 અડધી સદી

ફટકારી. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 206 છે. પૂજારાએ ભારત માટે પાંચ વનડે પણ રમી હતી, જેમાં તેણે 51 રન બનાવ્યા હતા.

તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 278 મેચ રમી, જેમાં તેમણે 21,301 રન બનાવ્યા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમના

નામે 66 સદી અને 81 અડધી સદી શામિલ છે.”

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande