નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ની અખિલ
ભારતીય સંકલન બેઠક 5 થી 7 સપ્ટેમ્બર દરમિયાન જોધપુર (રાજસ્થાન) માં યોજાશે. આ
બેઠકમાં સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત અને સરકારીવાહ દત્તાત્રેય હોસબાલે સહિત, તમામ છ
સહ-સરકાર્યવાહ અને અન્ય મુખ્ય અધિકારીઓ ભાગ લેશે.
સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું
હતું કે,” આરએસએસ દર વર્ષે, ત્રણ દિવસીય અખિલ ભારતીય સંકલન બેઠકનું આયોજન કરે છે.
ગયા વર્ષે આ બેઠક સપ્ટેમ્બર 2૦24 માં પાલક્કાડ (કેરળ) માં યોજાઈ હતી. સંઘથી
પ્રેરિત ૩૨ વિવિધ સંગઠનોના, ફક્ત પસંદગીના અધિકારીઓ જ સંઘની આ અખિલ ભારતીય સંકલન
બેઠકમાં ભાગ લે છે. મુખ્યત્વે આ સંગઠનોના પ્રમુખો અને સંગઠન મહાસચિવો છે. આ વર્ષે
પણ, રાષ્ટ્ર સેવિકા
સમિતિ, વનવાસી કલ્યાણ
આશ્રમ, વિશ્વ હિન્દુ
પરિષદ, અખિલ ભારતીય
વિદ્યાર્થી પરિષદ, ભારતીય જનતા
પાર્ટી, ભારતીય કિસાન સંઘ, વિદ્યા ભારતી, ભારતીય મજદૂર સંઘ
સહિત 32 સંઘ પ્રેરિત
વિવિધ સંગઠનોના રાષ્ટ્રીય અધ્યક્ષો, સંગઠન મંત્રીઓ અને મુખ્ય અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે.”
સુનીલ આંબેકરના જણાવ્યા મુજબ,”આ તમામ સંગઠનો
સંઘના વિચારો અનુસાર સામાજિક જીવનના વિવિધ ક્ષેત્રોમાં, સકારાત્મક રીતે કાર્ય કરી
રહ્યા છે. તેઓ જાહેર જીવનમાં લોકશાહી પદ્ધતિઓ દ્વારા, સામાજિક પરિવર્તન અને
વ્યવસ્થામાં સુધારણા માટે સતત પ્રયત્નશીલ રહે છે. બેઠકમાં, તમામ સંગઠનો
કાર્યક્ષેત્રમાં તેમના અનુભવોના આધારે પરિસ્થિતિઓનું મૂલ્યાંકન રજૂ કરે છે.
બેઠકમાં, રાષ્ટ્રીય એકતા, સુરક્ષા અને
સામાજિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ વિષયો પર, વ્યાપક ચર્ચા થાય છે અને કરવામાં આવનાર
કાર્યમાં પરસ્પર સંકલન સ્થાપિત કરવા માટે જરૂરી પગલાં શરૂ કરવામાં આવે છે.
તાજેતરમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓનું સામૂહિક વિવેચનાત્મક વિશ્લેષણ પણ કરવામાં
આવશે.”
આ બેઠકમાં પણ વિવિધ સંગઠનોના કાર્યકરો તેમના કાર્ય, સિદ્ધિઓ અને
ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી રજૂ કરશે. સંઘની સ્થાપનાનું આ 100મું વર્ષ હોવાથી, સંઘ શતાબ્દી
નિમિત્તે યોજાતા કાર્યક્રમોમાં તમામ સંગઠનોની ભાગીદારી અંગે પણ ચર્ચા કરવામાં
આવશે.
હિન્દુસ્થાન સમાચાર / જીતેન્દ્ર તિવારી / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ