પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાંથી વિદેશ દારૂ વેંચાણ કરવા માટે લઈને નિકળેલા નવઘણ અમરા સિંધલ નામના શખ્સને કમલાબાગ પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 84 કિંમત રૂ.97000ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો આ દારૂ નવઘણ ઉપરાંત હિતેષ સામત ઓડેદરા લાવ્યા હતા પરંતુ હિતેષ પોલીસના હાથે લાગ્યો ન હતો આ દારૂનો જથ્થો અદિત્યાણા ગામે રહેતા રૂયા જીવા ગુરગટીયા પાસેથી લાવ્યા હોવાની કબુલાત આપતા પોલીસે તેમની સામે પણ ગુન્હો નોંધ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya