નવી દિલ્હી, 25 ઓગસ્ટ (હિ.સ.)
દેશભરના 2.5 લાખથી વધુ
પ્રિન્ટિંગ અને પેકેજિંગ સાહસોનું પ્રતિનિધિત્વ કરતી ઓલ ઈન્ડિયા પ્રિન્ટર્સ એન્ડ
પેકેજર્સ ફેડરેશન (એઆઇએફપીપી) એ શનિવારે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કર્યું
હતું. મીટિંગનું કેન્દ્રબિંદુ સરકાર દ્વારા પ્રસ્તાવિત ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ
(જીએસટી) દરોમાં સુધારો
હતો, જેનો ઉદ્દેશ્ય
હાલના બહુ-સ્તરીય માળખાને સરળ બનાવવા અને બે-સ્લેબ સિસ્ટમ (5% અને 18%) લાગુ કરવાનો છે.
મીટિંગમાં 96 થી વધુ ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બધાએ સર્વાનુમતે
સરકારને પ્રિન્ટિંગ અને પેકેજિંગ ઉદ્યોગને 5% જીએસટી સ્લેબમાં સમાવવા
વિનંતી કરી, જેથી આ ક્ષેત્રની
સ્પર્ધાત્મકતા, રોજગાર સર્જન અને
નિકાસ ક્ષમતા મજબૂત થઈ શકે.
જીએસટી કાયદાના નિષ્ણાત એન.કે. પ્રિન્ટિંગ અને પેકેજિંગ
ભારતના આર્થિક માળખાનો અભિન્ન ભાગ છે. જો આ ક્ષેત્રને 18% સ્લેબમાં મૂકવામાં આવે
છે, તો તે નવીનતામાં
અવરોધો, ખર્ચમાં વધારો
અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ઘટાડો તરફ દોરી શકે છે. થમન એ મીટિંગમાં
જણાવ્યું હતું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉદય ધોટે, જે એક પ્રિન્ટ
ઉદ્યોગસાહસિક પણ છે, તેમણે જણાવ્યું
હતું કે, ઊંચા કર દર નાના
વ્યવસાયો પર બોજ વધારશે, જેનાથી આવશ્યક
પેકેજિંગ ઉત્પાદનોનો ખર્ચ વધશે અને ગ્રાહકો પર સીધી અસર પડશે.
ઉદ્યોગનું આર્થિક યોગદાન અને સંભાવનાઓ-
ભારતનો પ્રિન્ટિંગ અને પેકેજિંગ ઉદ્યોગ 2025 સુધીમાં 150અરબ અમેરિકી ડોલર
સુધી પહોંચવાના માર્ગ પર છે.
એકલા પેકેજિંગ સેગમેન્ટ 2025 માં 101 અરબ અમેરિકી ડોલરનો
આંકડો પાર કરશે અને 2030 સુધીમાં 170 અરબ અમેરિકી ડોલર
સુધી પહોંચશે, જેની વાર્ષિક વૃદ્ધિ દર 10.73% છે.
આ ક્ષેત્ર દેશમાં 2.5 મિલિયનથી વધુ લોકોને સીધી રીતે રોજગારી આપે છે અને કાગળ, શાહી અને
લોજિસ્ટિક્સ જેવા સહાયક ક્ષેત્રોને પણ પરોક્ષ રીતે પ્રોત્સાહન આપે છે.
વર્તમાન જીએસટી માળખું અને સૂચિત અસર હાલમાં:
કાર્ડબોર્ડ, બોક્સ અને કાગળ જેવા ઉત્પાદનો 12% જીએસટી (તાજેતરમાં 18% થી ઘટાડીને) લાગુ છે.
સ્ટેશનરી (પરબિડીયાઓ, ડાયરી, રજિસ્ટર વગેરે) જેવા ઉત્પાદનો 18% સ્લેબમાં આવે છે.
પુસ્તકો જેવી આવશ્યક મુદ્રિત સામગ્રી, 0% અથવા 5%ના રાહત દરે
કરપાત્ર છે.
પ્રસ્તાવિત માળખામાં, 12% માં મોટાભાગની
પ્રોડક્ટ્સ 5% માં સમાવી શકાય
છે, પરંતુ ચિંતા એ છે
કે, ઘણી સેવાઓ 18% સ્લેબમાં જશે, જેનાથી ઉત્પાદન
ખર્ચ 6% સુધી વધી શકે
છે.
આગળની વધુ વ્યૂહરચના-
એઆઇએફપીપી એ જણાવ્યું હતું કે,” તે જીએસટી કાઉન્સિલ અને
નાણા મંત્રાલયને આ સંદર્ભમાં એક વિગતવાર મેમોરેન્ડમ સબમિટ કરશે. ફેડરેશન માને છે
કે, જો સરકારને સહાયક નીતિ મળશે, તો આ ક્ષેત્ર ફક્ત સ્થાનિક રોજગારને જ નહીં, પરંતુ નિકાસમાં
પણ નોંધપાત્ર યોગદાન આપશે.”
હિન્દુસ્થાન સમાચાર બહુભાષી સમાચાર એજન્સીના અધ્યક્ષ અરવિંદ
માર્ડીકરે પણ આ અપીલને ટેકો આપતા તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ઉદ્યોગને 5% સ્લેબ હેઠળ
લાવવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે એટલુજ નહીં પરંતુ અંતિમ વપરાશકર્તાઓ અને
નિકાસકારો બંનેને પણ ફાયદો થશે. તેમણે જીએસટી કાઉન્સિલ સમક્ષ આ મુદ્દો ઉઠાવવાની ખાતરી પણ આપી હતી.
એઆઇએફપીપીનો પરિચય :-
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ પ્રિન્ટર્સ એન્ડ પેકેજર્સ (એઆઇએફપીપી) દેશભરમાં
ફેલાયેલા પ્રિન્ટિંગ અને પેકેજિંગ વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંસ્થા
ઉદ્યોગમાં નીતિગત અવરોધોને દૂર કરવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને આર્થિક સુધારાઓ દ્વારા ટકાઉ
વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ વર્ચ્યુઅલ મીટિંગનું સંચાલન પ્રિન્ટ
ઉદ્યોગના અગ્રણી વ્યક્તિત્વ પ્રો. કમલ ચોપડા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે આ ક્ષેત્ર
દ્વારા સામનો કરવામાં આવતી મૂળભૂત વાસ્તવિકતાઓ અને પડકારો પર પ્રકાશ પાડ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ