ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં 56મી આઈઆઈટી કાઉન્સિલની બેઠકનું સમાપન
નવી દિલ્હી, 25 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને, સોમવારે 56મી આઈઆઈટી કાઉન્સિલની બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું. બેઠકમાં, દેશની અગ્રણી ભારતીય ટેકનોલોજી સંસ્થાઓ (આઈઆઈટી) ની શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા કરવામાં આવી અને આગામી 25 વર્ષ મ
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, 56મી આઈઆઈટી કાઉન્સિલની બેઠકમાં


નવી દિલ્હી, 25 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને, સોમવારે 56મી આઈઆઈટી કાઉન્સિલની બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું. બેઠકમાં, દેશની અગ્રણી ભારતીય ટેકનોલોજી સંસ્થાઓ (આઈઆઈટી) ની શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા કરવામાં આવી અને આગામી 25 વર્ષ માટે એક નક્કર રોડમેપ પર ચર્ચા કરવામાં આવી.

પ્રધાને કહ્યું કે, આઈઆઈટી દેશની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીના રત્નો છે અને તેમને વધુ સમાવિષ્ટ, સંશોધનલક્ષી અને 21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલા વ્યૂહાત્મક લક્ષ્યોને અનુરૂપ, આઈઆઈટી 2047 સુધી ભારતની વૈજ્ઞાનિક, તકનીકી અને સામાજિક પ્રગતિમાં અગ્રણી ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, આઈઆઈટી 'સમૃદ્ધ, વિકસિત અને આત્મનિર્ભર ભારત' ના લક્ષ્યને સાકાર કરવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande