ઇડીના દરોડા દરમિયાન ટીએમસી ધારાસભ્યએ મોબાઇલ ફેંક્યો, અધિકારીઓ દોડી ગયા અને દોડીને તેમને પકડી લીધા
કલકતા, નવી દિલ્હી,25 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં શિક્ષક નિમણૂક કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ સોમવારે સવારે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવનકૃષ્ણ સાહાના ઘરે દરોડા પાડ્યા. આ દ
ઇડી


કલકતા, નવી દિલ્હી,25 ઓગસ્ટ (હિ.સ.)

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં શિક્ષક નિમણૂક કૌભાંડની તપાસ કરી રહેલા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ સોમવારે સવારે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવનકૃષ્ણ

સાહાના ઘરે દરોડા પાડ્યા. આ દરમિયાન સાહાએ એજન્સીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને

ઘરની પાછળ દોડીને ઝાડીઓ વચ્ચે ગટરમાં પોતાનો મોબાઇલ ફોન ફેંકી દીધો. બાદમાં, ઇડી અધિકારીઓએ

ગટરમાંથી તે મોબાઇલ શોધી કાઢ્યો, પરંતુ ધારાસભ્યએ તેનો પાસવર્ડ જણાવવાનો ઇનકાર કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર,”ઇડી અધિકારીઓએ સાહાને છેલ્લા 90 દિવસના તેમના કોલ ડિટેલ રેકોર્ડ વિશે પૂછપરછ

કરી હતી, પરંતુ તેમના

જવાબોમાં ઘણા વિરોધાભાસ જોવા મળ્યા હતા. આ કારણે, એજન્સીએ તેમની પૂછપરછ ચાલુ રાખી છે. એવું

કહેવાય છે કે, તેમણે ઓછામાં ઓછા બે મોબાઇલ ફોનનો પાસવર્ડ શેર કરવાનો ઇનકાર કર્યો

છે.”

જ્યારે ઇડીટીમ સવારે, મુર્શિદાબાદના અંદી ગામમાં સાહાના ઘરે પહોંચી

ત્યારે ધારાસભ્ય ત્યાં હાજર હતા. અધિકારીઓને જોઈને તે ઘરના પાછળના દરવાજાથી ભાગવા

લાગ્યો. જોકે, કેન્દ્રીય દળોએ

તેને પકડી લીધો અને તેને ઘરની અંદર પાછો લાવ્યો. આ સમય દરમિયાન, તેણે ફોન

ઝાડીઓમાં ફેંકી દીધો, જે પછીથી

ગટરમાંથી મળી આવ્યો. હવે તેની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે કે, તેમાં કઈ

મહત્વપૂર્ણ માહિતી હતી.

ઇડીએ ટીએમસી ધારાસભ્યના ડ્રાઇવર રાજેશ ઘોષની પણ પૂછપરછ કરી અને તેમના

ઘરની તલાશી લીધી. આ ઉપરાંત,

બીરભૂમ જિલ્લાના

સાંતિયામાં સાહાના કાકી અને વોર્ડ નંબર 9 ટીએમસી કાઉન્સિલર માયા સાહાના ઘરે અને રઘુનાથગંજમાં તેમના

સાસરિયાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત, ઇડી ટીમે મહિસગ્રામના રહેવાસી બેંક અધિકારી રાજેશ

ઘોષના ઘરની તલાશી લીધી હતી.

આ પહેલી વાર નથી કે ધારાસભ્યએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ

કર્યો હોય. એપ્રિલ 2023 માં પણ, જ્યારે સીબીઆઈએ

તેમના ઘરે દરોડો પાડ્યો હતો, ત્યારે તેણે તેના બે મોબાઇલ ફોન તળાવમાં ફેંકી દીધા હતા.

કલાકોની મહેનત પછી, તે મોબાઇલ

તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ

13 મહિના જેલમાં

વિતાવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા.

ઇડીની આ કાર્યવાહી શિક્ષક નિમણૂક કૌભાંડ સંબંધિત તપાસનો એક ભાગ

છે, જેમાં ઘણા મોટા

નેતાઓ અને અધિકારીઓ પર પહેલાથી જ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

---------------

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande