પ્રકૃતિ સાથેની ખેતી – શૈલેષભાઈ પટેલની પ્રેરણાદાયી સફર
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના શૈલેષભાઈ પટેલે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ નોકરીને બદલે પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો છે. છેલ્લા છ વર્ષથી તેઓ દસ વિઘા જમીનમાં કોઈપણ રાસાયણિક ખાતર વિના ખેતી કરી રહ્યા છે. પોતાના ખેતરમાં બ
પ્રકૃતિ સાથેની ખેતી – શૈલેષભાઈ પટેલની પ્રેરણાદાયી સફર


પ્રકૃતિ સાથેની ખેતી – શૈલેષભાઈ પટેલની પ્રેરણાદાયી સફર


પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના શૈલેષભાઈ પટેલે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ નોકરીને બદલે પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો છે. છેલ્લા છ વર્ષથી તેઓ દસ વિઘા જમીનમાં કોઈપણ રાસાયણિક ખાતર વિના ખેતી કરી રહ્યા છે. પોતાના ખેતરમાં બાજરી, ઘઉં, મગ, તલ, અડદ જેવા પાકો સાથે દાડમનું વાવેતર કરે છે. તેમની પાસે ચાર ગીર અને ત્રણ કાંકરેજી મળીને સાત દેશી ગાયો છે, જેના આધારે તેઓ જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર કરી ખેતરમાં ઉપયોગ કરે છે.

શૈલેષભાઈનો સિદ્ધાંત એ છે કે તેઓ પોતે ઝેર ખાવા માંગતા નથી અને બીજાને પણ ખવડાવવા માંગતા નથી. પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા પાકોને બજારમાં સારો ભાવ મળે છે, તેમજ દૂધના વધારેલા ભાવે વેચાણથી તેમની આવક વધે છે. આજ રીતે તેઓ વાર્ષિક છથી સાત લાખ રૂપિયાનું આવકનું મોડેલ ઊભું કરી શક્યા છે, જેના આધારે સારી ખેતી અને પશુપાલનથી પરિવારનું ગુજરાન સરળતાથી થઈ શકે છે.

તેમના મતે પ્રકૃતિની રક્ષા કરવી અત્યંત આવશ્યક છે. પ્રાકૃતિક ખેતી દ્વારા પોષણયુક્ત અનાજનું ઉત્પાદન કરી વિશ્વની આવશ્યકતાઓ પૂરી કરી શકાય છે. શૈલેષભાઈની આ સફળતા બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. તેઓ માને છે કે જો પ્રાકૃતિક ખેતી ઉત્પાદનો માટે વ્યવસ્થિત વેચાણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો વધુ ખેડૂતો આ દિશામાં આગળ આવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande