સિદ્ધપુર હાઈવે પર પેસેન્જર બની લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર પોલીસે હાઈવે પર પેસેન્જરોને લૂંટતી ગેંગને પકડી પાડી છે. પોલીસે ત્રણ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ગેંગે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કુલ 33 ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. સિદ્ધપુર પોલીસ સ્ટેશ
સિદ્ધપુર હાઈવે પર પેસેન્જર બની લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ


પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર પોલીસે હાઈવે પર પેસેન્જરોને લૂંટતી ગેંગને પકડી પાડી છે. પોલીસે ત્રણ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ગેંગે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કુલ 33 ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે.

સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ કાકોશી સર્કલ પાસેથી એક વ્યક્તિને ઈકો ગાડીમાં પેસેન્જર તરીકે બેસાડ્યો હતો. આરોપીઓએ મુસાફરની નજર ચૂકવીને તેના ખિસ્સામાંથી 80,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી.

પી.આઈ. જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને નેત્રમ કમાન્ડ કંટ્રોલની મદદથી તપાસ હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે.

પકડાયેલા આરોપીઓમાં સુરતના શોએબ ઉર્ફે ફાટેલી, મોહમદ આદીલ અને મુસ્તુફાનો સમાવેશ થાય છે. સહીદ ઉર્ફે ઘેટી ઉર્ફે મશીન નામનો એક આરોપી હજુ ફરાર છે.આરોપીઓ પાસેથી 10,000 રૂપિયાની રોકડ રકમ અને 2 લાખની કિંમતની ઈકો ગાડી જપ્ત કરવામાં આવી છે

આ ગેંગનો મોડસ ઓપરેન્ડી એવો હતો કે એક વ્યક્તિ ડ્રાઈવર તરીકે ગાડી ચલાવે, બીજો પેસેન્જરને વાતચીતમાં વ્યસ્ત રાખે અને ત્રીજો વ્યક્તિ ખિસ્સામાંથી પૈસા ચોરી લે. શોએબની સામે 4, મુસ્તુફાની સામે 2 અને મોહમદ આદીલની સામે 1 ગુનો નોંધાયેલો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande