ગીર સોમનાથ ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ એ, ગુજરાત રાજ્યમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી
ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામના યુવા સરપંચ તેમજ ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ એ ગુજરાત રાજ્ય મા ગૌ માતા ને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી ગુજરાત રાજ્ય ના કૃષિ મંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી,
ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ


ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામના યુવા સરપંચ તેમજ ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ એ ગુજરાત રાજ્ય મા ગૌ માતા ને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી ગુજરાત રાજ્ય ના કૃષિ મંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પશુપાલન મંત્રી, ને મામલતદાર સાહેબ કોડીનાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે મિતીયાજ ગામના યુવા સરપંચ સુરપાલસિહ બારડ એ વધુ મા જણાવ્યું હતું કે, આપણા રાજ્ય ના પાડોશી રાજય મહારાષ્ટ્ર સરકારે ગૌ માતા ને રાજ્ય માતા નો દરજ્જો આપ્યો, તો ગુજરાત મા કેમ નહીં તેવો સવાલ કરી ગૌ માતા મા 32 કરોડ દેવતાઓ નો વાસ છે. ગૌ માતા ના દુધ મા સર્વ ગુણ સમાયેલા હોવાનું સરપંચ સુરપાલસિહ બારડ એ દાવો કર્યો છે. જ્યારે ખેડૂતો ને ઓર્ગેનિક ખેતી માટે જીવામૃત ના દ્રાવણ બનાવવામાં પણ ઉપયોગી થાય છે. જ્યારે ગૌ માતા ના દુધ પીવાથી માણસ મા સારા ગુણ વિચારો નું રોપણ થાય તેવું સરપંચ સુરપાલસિહ બારડ દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય લય ગૌ માતા ને ગુજરાત રાજ્ય ના માતા નો દરજ્જો વહેલી તકે સ્થાપિત કરવામાં આવે તેવી માંગ સાથે સરપંચ સુરપાલસિહ બારડ અડગ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande