પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના જાહેર માર્ગો પર રખડતા પશુઓની સમસ્યા ગંભીર બની ગઈ છે. પશુઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા રોજબરોજ સર્જાઈ રહી છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
તાજેતરમાં અનાવાડા દરવાજા નજીક બે ગાયોની લડાઈ દરમિયાન ફેનિલ જીતુભાઈ પટેલને ઈજા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના બનાવે ચિંતા વધી છે. રખડતા પશુઓના કારણે અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાયા છે અને કેટલાક નાગરિકોના મોત થયા છે.
આ પરિસ્થિતિ સામે શહેર કોંગ્રેસે નગરપાલિકાના નવા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવતાં કહ્યું કે નેતાઓની મુલાકાત સમયે જે રીતે તંત્ર સક્રિય બને છે, તે રીતે સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે પણ તાત્કાલિક પગલાં લેવાં જોઈએ. સાથે જ રસ્તા પરના દબાણો અને રખડતા પશુઓને હટાવવાની માગણી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ