હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં આધુનિક સુવિધાઓયુક્ત આર્કિટેક્ટ ભવનનું લોકાર્પણ
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે નવા આર્કિટેક્ટ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કુલપતિ પ્રો. કે.સી. પોરીયાના જન્મદિવસે તેમના હસ્તે આ ભવનનું લોકાર્પણ કરાયું. પ્રો. પોરીયાએ જણાવ્યું કે તેમના જન્મદિવસે ભવન
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં આધુનિક સુવિધાઓયુક્ત આર્કિટેક્ટ ભવનનું લોકાર્પણ


પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે નવા આર્કિટેક્ટ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કુલપતિ પ્રો. કે.સી. પોરીયાના જન્મદિવસે તેમના હસ્તે આ ભવનનું લોકાર્પણ કરાયું. પ્રો. પોરીયાએ જણાવ્યું કે તેમના જન્મદિવસે ભવનનું લોકાર્પણ થવું એક પુણ્યકાર્ય સમાન છે. તેમણે ભવનના નિર્માણમાં વિદ્યાર્થીઓની જરૂરિયાતો સમજવા બદલ યુનિવર્સિટીના ઇજનેર અને તેમની ટીમનો આભાર માન્યો.

આ આધુનિક ભવનમાં 4 સ્ટુડિયો રૂમ, 6 ફેકલ્ટી રૂમ અને 200 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ હોલ તૈયાર કરાયો છે. સમગ્ર ભવન સીસીટીવી કેમેરા અને ફાયર અલાર્મ સિસ્ટમથી સજ્જ છે. ઓડિયો-વિઝ્યુઅલ સુવિધાઓ સાથે આ ભવન ભાવિ આર્કિટેક્ટ્સને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે અનુકૂળ બનશે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. રોહિત દેસાઈ, બીઓએમ સભ્યો દિલીપભાઈ ચૌધરી, મુકેશભાઈ પટેલ, વાલજીભાઈ, કિરીટભાઈ, ઇલાબેન તથા આર્કિટેક્ટ વિભાગની વડા મીરાબેન સહિતના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande