નવસારીમાં લિફ્ટ દુર્ઘટના : 5 વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ
નવસારી, 25 ઓગસ્ટ (હિ.સ.)-નવસારી જિલ્લાના વિજલપોર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. નિરવ એપાર્ટમેન્ટમાં પાંચ વર્ષના બાળકે લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાઈ જતાં મોત નિપજ્યું હતું. માહિતી મુજબ, મૃતક બાળકનું નામ સાર્થક વિપુલ બારીયા (ઉંમર – 5 વર્ષ) હતું. બ
Navsari


નવસારી, 25 ઓગસ્ટ (હિ.સ.)-નવસારી જિલ્લાના વિજલપોર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. નિરવ એપાર્ટમેન્ટમાં પાંચ વર્ષના બાળકે લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાઈ જતાં મોત નિપજ્યું હતું.

માહિતી મુજબ, મૃતક બાળકનું નામ સાર્થક વિપુલ બારીયા (ઉંમર – 5 વર્ષ) હતું. બીજા માળેથી લિફ્ટ વડે નીચે ઉતરતી વખતે સાર્થક અચાનક લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા. ટીમે ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યો હતો.

લગભગ એક કલાકના રેસ્ક્યુ ઓપરેશન પછી બાળકને સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

વિજલપોરમાં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક ફેલાવ્યો છે. ખાસ કરીને, આ ઘટના માત્ર બે દિવસ પહેલાં સુરતના ઉઘનામાં બનેલી એવી જ દુર્ઘટનાની યાદ અપાવે છે, જ્યાં લિફ્ટમાં સાડી ફસાતા એક મહિલાનું મોત થયું હતું. આમ, જિલ્લામાં માત્ર બે દિવસમાં બે લોકોના જીવ લિફ્ટ દુર્ઘટનામાં ગયા છે.

આ ઘટનાએ માતા-પિતા તથા એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે મોટી ચેતવણી આપી છે. બાળકોને ક્યારેય એકલા લિફ્ટમાં મોકલવા ન જોઈએ અને લિફ્ટમાં થતી નાની ખામીને પણ ગંભીરતાથી લેવી જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande