જામનગર, 25 ઓગસ્ટ (હિ.સ.) : રોજગાર અને તાલીમ ખાતું, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ધ્રોલ(ખારવા રોડ) ખાતે ધો.૧૦ પાસ માટે ઇલેક્ટ્રિશિયન, ફીટર, કોપા, મિકેનિક ડીઝલ, મોટર મિકેનિક વેહિકલ, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), તથા ધો.૦૮ પાસ માટે વાયરમેન, સુઈંગ ટેકનોલોજી, વેલ્ડર ટ્રેડની ખાલી બેઠકો પર તથા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જોડીયા (ભાદરા) ખાતે ધો.૧૦ પાસ માટે ઇલેક્ટ્રિશિયન, ફીટર, કોપા, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) તથા ધો.૦૮ પાસ માટે વાયરમેન ટ્રેડની ખાલી બેઠકો પર આગામી તા. ૨૬-૦૮-૨૦૨૫ થી ૩૦-૦૮- ૨૦૨૫ સુધી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે.
આથી પ્રવેશના ચોથા રાઉન્ડમા પ્રવેશ વાંચ્છુક ઉમેદવારોએ સંસ્થા ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી નવેસરથી પ્રવેશ ફોર્મ ભરી ઓનલાઈન માધ્યમ થી રૂ.૫૦ રજીસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ પ્રવેશ મળ્યે તમામ અસલ પ્રમાણપત્રો તેમજ મહિલા, SC, ST અને PH તાલીમાર્થીઓને CMD ના રૂ.૨૫૦ અને તે સિવાયના ઉમેદવારોએ CMD રૂ.૨૫૦ અને સત્ર ફી રૂ.૬૦૦ (ઓનલાઈન ફી) સાથે રૂ.૮૫૦ સાથે પ્રવેશ માટે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.
પ્રવેશના ચોથા રાઉન્ડમા પ્રવેશ લેવા ઉમેદવારે નવેસરથી ફોર્મ ભરવાનું રહેશે. રોજેરોજની અરજીઓનું મેરીટ બની સાંજે ૦૪.૦૦ થી ૦૬.૦૦ કલાક સુધીમાં એડમિશન પોર્ટલ પરથી પ્રવેશ આપવામાં આવશે. જે માટે ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રો અને જરૂરી ફી સાથે પ્રવેશ લેવા ફોર્મ ભરેલ સંસ્થા ખાતે હાજર રહેવાનું રહેશે. લાગુ પડતી ટ્યુશન ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
જો કોઈ ઉમેદવારે પ્રવેશના પ્રથમ દ્વિતીય/ તૃતીય રાઉન્ડમા પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય, અને ચોથા રાઉન્ડમા નવેસરથી ફોર્મ ભરી પ્રવેશ લેશે તો તેવા ઉમેદવારને કોઈ પણ સંજોગોમાં અગાઉ ભરેલ ફી પરત મળવાપાત્ર રહેશે નહિ તથા તેનો અગાઉ કન્ફર્મ કરાવેલ પ્રવેશ આપમેળે રદ થઇ જશે. જે ઉમેદવારને બંધનકર્તા રહેશે. તેમ ઓદ્યોગિક તાલીમ સંસ્થા ધ્રોલ અને જોડીયાના આચાર્યોની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt