બાસણામાં રેડ રન મેરેથોન-2025 : એચ.આઈ.વી. અને જાતીય રોગો અંગે જાગૃતિનો સંદેશ
મહેસાણા, 25 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના બાસણા મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ ખાતે “રેડ રન મેરેથોન-2025” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જી.બી. ગઢવીન
બાસણામાં રેડ રન મેરેથોન-2025 : એચ.આઈ.વી. અને જાતીય રોગો અંગે જાગૃતિનો સંદેશ


મહેસાણા, 25 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના બાસણા મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ ખાતે “રેડ રન મેરેથોન-2025” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જી.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મેરેથોનનો મુખ્ય હેતુ યુવાનોમાં એચ.આઈ.વી. અને જાતીય રોગો અંગે જાગૃતિ લાવવાનો રહ્યો. કાર્યક્રમ દરમિયાન કેનોપી, સ્ટેન્ડી અને પત્રિકાઓ દ્વારા જાગૃતિ સંદેશો આપવામાં આવ્યા. મેરેથોનને ડૉ. જી.બી. ગઢવી, ડૉ. નરેન્દ્ર ચૌધરી, ડૉ. આર.ડી. પટેલ, ડૉ. જી.આર. કુલકર્ણી, ડૉ. હિરલ પટેલ, ડૉ. નીતિન રાઉત અને ડૉ. મુઝફ્ફર મુલ્લાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.

આ મેરેથોનમાં મહેસાણા ડિસ્ટ્રીક્ટ ઇન્ટિગ્રેટેડ સ્ટ્રેટેજી ફોર એચ.આઈ.વી./એઈડ્સ (દિશા યુનિટ), આરોગ્ય વિભાગ, મહેસાણા આઈસીટીસી, એસટીઆઈ ક્લિનિક જનરલ હોસ્પિટલ, સીએસસી વિહાન, લીંક વર્કર સ્કીમ, ટીઆઈ પ્રોજેક્ટ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ સહિતના સ્ટાફ, કોલેજના અધ્યાપકો તેમજ 400 થી 500 જેટલા વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો. કાર્યક્રમ દ્વારા યુવાનોમાં આરોગ્ય જાગૃતિનો શક્તિશાળી સંદેશ પ્રસર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande