આમોદના જાહેરમાર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ લોકોના જીવને જોખમ
મુકેશ દરજી કે જેઓને પેરાલિસિસ છે જેને ત્રણ વાર ગાયની ભેટીથી લોહી લુહાણ થયા હતા આમોદ નગરપાલિકાએ 4 લાખના ખર્ચે હાલમાં ઢોર ડબ્બો રીપેર કરવાનો ખર્ચો કર્યો છે કેટલીક વાર બઝારમાંથી ખરીદી કરી જતી મહિલાઓ ના હાથની થેલી પણ ઝૂંટવી લે છે.ના રખડતા ઢોરને પકડી
આમોદના જાહેરમાર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ લોકોના જીવને જોખમ


આમોદના જાહેરમાર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ લોકોના જીવને જોખમ


મુકેશ દરજી કે જેઓને પેરાલિસિસ છે જેને ત્રણ વાર ગાયની ભેટીથી લોહી લુહાણ થયા હતા

આમોદ નગરપાલિકાએ 4 લાખના ખર્ચે હાલમાં ઢોર ડબ્બો રીપેર કરવાનો ખર્ચો કર્યો છે

કેટલીક વાર બઝારમાંથી ખરીદી કરી જતી મહિલાઓ ના હાથની થેલી પણ ઝૂંટવી લે છે.ના

રખડતા ઢોરને પકડી વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

ભરૂચ 25 ઓગસ્ટ (હિ.સ.)

આમોદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો વધી ગયેલ ત્રાસના મામલે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.મુખ્ય અધિકારીને નગરજનો દ્વારા મૌખિક પણ રજૂઆત થયેલ પરંતુ મુખ્ય અધિકારી પોતાના એ.સી.ચેમ્બરમાંથી બહાર નિકળતા નથી.જેના કારણે આમોદ શહેરના એક નાગરિક મુકેશ દરજી કે જેઓને પેરાલિસિસ છે જેને ત્રણ વાર ગાયની ભેટીથી લોહી લુહાણ થયા છે.જેથી નગર પાલિકાના મુખ્ય અધિકારીની ગંભીર બેદરકારીને લઇ નગરજનોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે.

આમોદ શહેરના બગાસીયા ચોરા વિસ્તારમા આમોદ શહેરના એક નાગરિક મુકેશ દરજીને માથાના ભાગે અને પગના ભાગે ભેટી મારતા ગંભીર ઇજા થઈ હતી. જો સ્થાનિકો મદદે દોડી ના ગયા હોત તો મુકેશ દરજીનો બચાવ થવો મુશ્કેલ હતો. ગાયથી બચાવ કરી તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આમોદ નગરપાલિકા પાસે રખડતા ઢોર પકડવા માટેની કોઈપણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી તેમ છતાં પણ આમોદ નગરપાલિકાએ 4 લાખના ખર્ચે હાલમાં ઢોર ડબ્બો રીપેર કરવાનો ખર્ચો કર્યો છે. છતાં પણ રખડતા ઢોરને પકડી વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.સાંજના સમયે કેટલાક પશુ માલિકો આ રખડતા પશુઓને દૂધ કાઢવાના સમયે બાઇક લઈને આવી બજારમાંથી દોરીને લઈ જતા હોય છે તેમ છતાં પણ નગરપાલિકા કુંભ કર્ણની નિંદ્રામાં છે.

સાંજના અને સવારના સમયે શાકભાજીની અને ફ્રુટની લારી વાળા પણ રખડતા પશુઓથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જ્યારે કેટલીક વાર બઝારમાંથી ખરીદી કરી જતી મહિલાઓ ના હાથની થેલી પણ ઝૂંટવી લે છે.નાના નાના બાળકો આ રખડતા પશુઓથી બચવા માટે અવારનવાર જીવના જોખમે તેમની પાસેથી પસાર થવા મજબૂર બને છે.

આમોદ નગરપાલિકા હવે કોઈનો જીવ ગયા બાદ આ રખડતા પશુઓને પાંજરે પૂરશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને તેની જવાબદારી આ નગરપાલિકા ઉઠાવશે ખરી તે પ્રશ્ન ઉદભવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande