વલસાડ, 25 ઓગસ્ટ (હિ.સ.)- વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપાલીટી હોસ્પિટલમાં રોજનાં 150 થી 200 ઓપીડી પેશન્ટ આવે છે. તેમના લાભાર્થે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા જરૂરી સર્જીકલ આઈટમ્સ દાન સ્વરૂપે આપવામાં આવી છે. જે માટે હોસ્પિટલ કમિટિ દ્વારા એઆરડીએફ સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે હોસ્પિટલનાં ડો.રોહનભાઈ અને ડો.વિરેનભાઈ, હોસ્પિટલ કમિટિ ચેરમેન ઉર્વશી પટેલ, વલસાડ શહેર સંગઠન પ્રમુખ દિવ્યાંગ ભગત, સંગઠન મહામંત્રી તુષાર વશી અને અતુલ લિમિટેડનાં જનરલ મેનેજર ગૌતમ દેસાઈ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે