ભરૂચમાં વિકાસના પૈડાં થંભી ગયા જ્યાં જાવ ત્યાં ટ્રાફીક જામની સમસ્યા
ભરૂચમાં મિપ્કો ચોકડીથી જંબુસર ચોકડી સુધી ટ્રાફિક તો ભરૂચથી અંકલેશ્વર જામ ટ્રાફિકની સ્થિતિ એ હદે વણસી કે ભરૂચના બાયપાસ સ્થિત એક પ્રાઇવેટ શાળાએ રજા જાહેર કરવાની ફરજ પડી અંકલેશ્વર આમલાખાડી,ભરૂચ નર્મદા ચોકડી ,નબીપુર,પાલેજ દરેક જગ્યાએ હાઈવે જામ વાહનો
ભરૂચમાં વિકાસના પૈડાં થંભી ગયા જ્યાં જાવ ત્યાં ટ્રાફીક જામની સમસ્યા


ભરૂચમાં વિકાસના પૈડાં થંભી ગયા જ્યાં જાવ ત્યાં ટ્રાફીક જામની સમસ્યા


ભરૂચમાં વિકાસના પૈડાં થંભી ગયા જ્યાં જાવ ત્યાં ટ્રાફીક જામની સમસ્યા


ભરૂચમાં મિપ્કો ચોકડીથી જંબુસર ચોકડી સુધી ટ્રાફિક તો ભરૂચથી અંકલેશ્વર જામ

ટ્રાફિકની સ્થિતિ એ હદે વણસી કે ભરૂચના બાયપાસ સ્થિત એક પ્રાઇવેટ શાળાએ રજા જાહેર કરવાની ફરજ પડી

અંકલેશ્વર આમલાખાડી,ભરૂચ નર્મદા ચોકડી ,નબીપુર,પાલેજ દરેક જગ્યાએ હાઈવે જામ

વાહનોના પૈડા થંભી જતા શું આ રીતે આગળ વધશે ભારત રસ્તા તૂટી ગયા તો પણ મરામત નહી

હાઈવે તૂટી ગયા જેને લઈ કરોડો રૂપિયાનું નુકસાન છતાં ટોલ ટેક્સ વધતા જાય એ ઉપરથી માર

ભરૂચ 25 ઓગસ્ટ (હિ.સ.)

ભરૂચ જિલ્લામાં આવેલા દરેક હાઈવે ઉપર ગાબડા પડી જતા ખરાબ રસ્તા અને ઓવરબ્રિઝ તેમજ સાંકડા પુલને કારણે જ્યાં જોવો ત્યાં ટ્રાફીક જામની સમસ્યાથી ખદબદી રહ્યું છે ભરૂચ .ટ્રાફિકની વકરતી સમસ્યા સામે સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્ર પાસે કોઈ જવાબ નહિ રસ્તાઓ તૂટી ગયા છે પરંતુ હાઈવે ઉપરના ટોલ ટેક્સની કિંમત વધતી જ જાય છે અને એજન્સીની દાદાગીરી તો એનાથી પણ વધારે વધતી જાય છે .પ્રજાના ટેક્સના પૈસે બાંકડા મૂકી પોતાનું નામ લખાવનાર નેતાઓ રોડ પર પડેલા ખાડાઓ પર પણ પોતાનું નામ લખી પોતાની ફરજ અદા કરે તો રસ્તા કદાચ સારા બને તેમ લાગી રહ્યું છે.

અંકલેશ્વર આમલાખાડી બ્રિજ,અમરાવતી નદીનો પુલ તેમજ ખરોડ ,નબીપુર ,પાલેજ વગેરે હાઈવે ઉપર છેલ્લા અઠવાડિયાથી બન્ને લાઇનમાં ટ્રાફિક જામ થઈ હજારો વાહનો અને લાખો કરોડોનો કારોબાર મંદ પડી ગયો છે.નેશનલ હાઈવે નંબર 4 ઉપર ચડવા અને ત્યાંથી ભરૂચ બાજુ આવતા શ્રવણ ચોકડી સ્થિત નિર્માણ પામનાર નવા ફ્લાય ઓવરબ્રિજની કામગીરી તદન ગોકળ ગતિએ થતાં ભરૂચના નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અવધિ પ્રજાને જાણ કરવી જોઈએ.

ભારે ટ્રાફિકને લીધે દહેજ ઔદ્યોગિક વસાહતમાં જતાં આવતા નોકરિયાત વર્ગની હાલત કફોડી બની ગઈ છે, રોજિંદી ટ્રાફિકની સમસ્યાને લીધે શારીરિક અને માનસિક તાણ અનુભવી રહ્યા છે.ભારે ટ્રાફિકના લીધે ઇંધણ અને સમયનો પણ અતિશય વ્યય થઈ રહ્યો છે. હાલ ભરૂચની ખારીસીંગ અને ઉદ્યોગો કરતા પણ ભરૂચના ખાડા અને ટ્રાફિક વધુ પ્રચલિત થઈ રહ્યો હોવાની લોકચર્ચામાં છે.

પ્રજાએ પણ હવે નિડર બની અધિકારીઓ, વહીવટી તંત્ર અને નેતાઓને સવાલ કરવાની હિમંત દાખવવી પડશે કેમકે આપણું મૌન જ એમની મુખ્ય તાકાત છે .

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande