એચ.એન.જી.યુ.માં 6,115 શૈક્ષણિક જગ્યાઓ માટે ત્રણ દિવસીય વોક-ઇન ઇન્ટરવ્યુ પ્રારંભ
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ત્રણ દિવસીય વોક-ઇન ઇન્ટરવ્યુનો પ્રારંભ કર્યો છે. યુનિવર્સિટી કેમ્પસના હોસ્પિટલ મેનેજમેન્ટ, એમ.એસસી. આઈટી, બીબીએ, ફિઝિક્સ અને એમ.એસ.ડબ
એચ.એન.જી.યુ.માં 6,115 શૈક્ષણિક જગ્યાઓ માટે ત્રણ દિવસીય વોક-ઇન ઇન્ટરવ્યુ પ્રારંભ


પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ત્રણ દિવસીય વોક-ઇન ઇન્ટરવ્યુનો પ્રારંભ કર્યો છે. યુનિવર્સિટી કેમ્પસના હોસ્પિટલ મેનેજમેન્ટ, એમ.એસસી. આઈટી, બીબીએ, ફિઝિક્સ અને એમ.એસ.ડબલ્યુ વિભાગમાં આ ઇન્ટરવ્યુ યોજાઈ રહ્યા છે. 25 ઓગસ્ટે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ સહિતની 221 કોલેજોમાં 2,147 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવાઈ રહ્યા છે. તેમાં પ્રિન્સિપાલની 154, આસિસ્ટન્ટ/એસોસિયેટ પ્રોફેસરની 2,055, લાઇબ્રેરિયનની 131 અને પીટીઆઈની 77 જગ્યાઓનો સમાવેશ થાય છે.

26 ઓગસ્ટે B.Ed., M.Ed. અને કાયદાની 156 કોલેજોમાં 1,751 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ યોજાશે, જેમાં પ્રિન્સિપાલની 94, પ્રોફેસરની 1,500, લાઇબ્રેરિયનની 102 અને પીટીઆઈની 55 જગ્યાઓ છે. 28 ઓગસ્ટે મેડિસિન, BHMS અને નર્સિંગની 133 કોલેજોમાં 1,947 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ થશે. તેમાં પ્રિન્સિપાલની 117, આસિસ્ટન્ટ/એસોસિયેટ પ્રોફેસરની 1,721, લાઇબ્રેરિયનની 95 અને પીટીઆઈની 14 જગ્યાઓ છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા યુનિવર્સિટી કુલ 510 કોલેજોમાં 6,115 શૈક્ષણિક જગ્યાઓ ભરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande