લોકોના મોબાઇલ અને મોટરસાયકલ ચોરી થયેલા હોય તેની તપાસ કરી પરત મેળવ્યા હતા
CEIR પોર્ટલની મદદથી 1 લાખના મોબાઈલ અને 45 હજારની મોટરસાયકલ પોલીસે શોધી કાઢી
ભરૂચ 25 ઓગસ્ટ (હિ.સ.)
વાલિયા પોલીસે ગુમ થયેલ 7 નંગ મોબાઇલ તેમજ 1 મોટરસાયકલ શોધીને તેમના મુળ માલિકોને પરત કર્યા છે. “તેરા તુજ કો અર્પણ” અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા રૂપિયા 1.09 લાખની કિંમતના 7 નંગ મોબાઇલ શોધીને તેમના મુળ માલિકોને સોંપ્યા હતા.જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખોવાયેલ કે ચોરાયેલ મોબાઇલ તેમજ વાહનો શોધીને તેમના મુળ માલિકોને સોંપવા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.તે અનુસંધાને વાલિયા પોલીસ મથકના પીઆઇ એમ.બી.તોમરે પીએસઆઇ ડી.વી.ગામિત અને પોલીસ સ્ટાફની અલગઅલગ ટીમો બનાવીને પોલીસ મથક વિસ્તારમાં ગુમ થયેલ મોબાઇલો તેમજ વાહનોને શોધીને તેમના મુળ માલિકોને પરત કરવા કામગીરી હાથ ધરી હતી. દરમિયાન પોલીસે CEIR પોર્ટલની મદદથી વર્ષ 2024- 2025 માં ગુમ થયેલ મોબાઇલ ફોન નંગ 7 જેની કુલ કિંમત રૂપિયા 1.09 લાખ તથા એક મોટર સાઇકલ 45 હજારની તેના મૂળ માલીકોને પરત કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ