અનિલ કપૂરે, પુત્ર સાથે વૈભવી ફ્લેટ ખરીદ્યો
નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર, ઘણીવાર તેમની ફિલ્મો, ફિટનેસ અને સ્ટાઇલને કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, તેઓ ઋત્વિક રોશનની બ્લોકબસ્ટર ફિલ્મ ''વોર 2'' માં કર્નલ વિક્રાંત કૌલની મજબૂત ભૂમિકામા
અનીલ કપુર


નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર, ઘણીવાર તેમની ફિલ્મો, ફિટનેસ અને

સ્ટાઇલને કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, તેઓ ઋત્વિક રોશનની બ્લોકબસ્ટર ફિલ્મ 'વોર 2' માં કર્નલ

વિક્રાંત કૌલની મજબૂત ભૂમિકામાં જોવા મળ્યા હતા, જેને દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી. હવે

અનિલ ફરી એકવાર સમાચારમાં છે, અને આ વખતે તેનું કારણ, તેમનું રિયલ એસ્ટેટ રોકાણ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર,

અનિલ કપૂર અને

તેમના પુત્ર હર્ષવર્ધન કપૂરે, મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રામાં લગભગ 5 કરોડ રૂપિયાનું

વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સોદો ઓગસ્ટ 2025 માં ફાઇનલ થયો

હતો.

બાંદ્રાના પ્રાઇમ લોકેશનમાં નવું ઘર-

અનિલ અને હર્ષવર્ધનનું નવું ઘર 'ધ સ્મોકી હિલ સીએચએસ

લિમિટેડ' નામની સોસાયટીમાં આવેલું છે. આ એપાર્ટમેન્ટનો કુલ વિસ્તાર 1,165 ચોરસ ફૂટ છે, જ્યારે તેનો

કાર્પેટ વિસ્તાર 970 ચોરસ ફૂટ છે.

તેમાં એક ખાનગી ગેરેજ પણ શામેલ છે. રજીસ્ટ્રેશન દરમિયાન, કપૂર પરિવારે

લગભગ 30 લાખ રૂપિયાની

સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.

વર્કફ્રન્ટ-

ફિલ્મોની વાત કરીએ તો, અનિલ કપૂર ટૂંક સમયમાં 'આલ્ફા'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે આલિયા ભટ્ટ અને

શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન શિવ રવૈલ કરી રહ્યા

છે, જેમણે અગાઉ

આદિત્ય ચોપરાની વેબ સિરીઝ 'ધ રેલ્વે મેન' બનાવી હતી. 'આલ્ફા' આ વર્ષે ક્રિસમસ 2025ના અવસરે,

સિનેમાઘરોમાં રિલીઝ થશે. ખાસ વાત એ છે કે, ઋત્વિક રોશન પણ આ ફિલ્મનો એક મહત્વપૂર્ણ

ભાગ હશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande