મોડાસા, 26 ઓગસ્ટ (હિ.સ.)
હિમતનગર તાલુકાના રામપુર(રાયઞઢ) પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મનું વિતરણ તેમજ ગામની મહિલાઓને સાડીનું વિતરણ સંસ્કાર ગુર્જરી અને સ્કાઉટ ગાઈડ સાબરકાંઠા અરવલ્લી દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાબરકાંઠા જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દિક્ષીત, અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર સંગીતાબેન સોની, રેન્જર કમિશનર સોનલબેન ડામોર, ઓર્ગેનાઈઝર કમિશનર અલકાબેન પટેલ, સ્કાઉટ માસ્ટર મહોબતસિંહ સોલંકી અને બુલબુલ કેપ્ટન કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓના હસ્તે બાળકોને યુનિફોર્મ તથા મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવા કાર્યક્રમને ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓએ ઉમંગભેર આવકાર્યો હતો. ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આવા કાર્યક્રમો સતત યોજાતા રહે, જેથી બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, સેવાભાવ અને સહકારની ભાવના વિકસિત થાય છે. રામપુર શાળાના આચાર્ય કમલેશ પટેલે એ કાર્યક્રમના સફળ આયોજન બદલ ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત નો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ