બીડ્બ્લ્યુંએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ: લક્ષ્ય સેન પહેલા રાઉન્ડમાં હારી ગયો, વિશ્વ નંબર-1 શી યુ ચી સામે હારી ગયો
પેરિસ, નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) બીડ્બ્લ્યુંએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 માં ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેનનું અભિયાન નિરાશાજનક રીતે સમાપ્ત થયું. પુરુષોના એકલના પહેલા જ રાઉન્ડમાં, તેને વિશ્વ નંબર-1 અને ટોચના ક્રમાંક
ટેનીસ


પેરિસ, નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) બીડ્બ્લ્યુંએફ

વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 માં ભારતના

સ્ટાર શટલર લક્ષ્ય સેનનું અભિયાન નિરાશાજનક રીતે સમાપ્ત થયું. પુરુષોના એકલના

પહેલા જ રાઉન્ડમાં, તેને વિશ્વ નંબર-1 અને ટોચના

ક્રમાંકિત ચીનના શી યુ ચી સામે સીધી ગેમમાં હારનો સામનો કરવો પડ્યો.

2021 માં બ્રોન્ઝ

મેડલ જીતનાર 24 વર્ષીય લક્ષ્યે

સોમવારે, સખત લડત આપી પરંતુ અંતે, 54 મિનિટમાં 17-21, 19-21 થી તે હારી ગયો. મેચ દરમિયાન, તેણે ઘણી લાંબી

રેલીઓમાં મજબૂત રમત બતાવી,

પરંતુ મહત્વપૂર્ણ

ક્ષણોમાં શીના મજબૂત સંરક્ષણ અને ઝડપી સ્મેશને ભેદવામાં, તે નિષ્ફળ ગયો.

લક્ષ્ય સેન ઓલિમ્પિક્સ 2024 માં ચોથા સ્થાનની નિરાશાને પાછળ છોડી દેવાના ઇરાદા સાથે

ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો, પરંતુ તેના માટે શરૂઆતના રાઉન્ડમાં જ ફોર્મમાં રહેલા શી યુ

ચીનો સામનો કરવો મુશ્કેલ સાબિત થયો. જાન્યુઆરી 2024 થી રમાયેલી, નવ ફાઇનલમાં ચીની ખેલાડી અપરાજિત

રહ્યો છે અને તેણે પોતાના શાનદાર રમતથી આ મેચ પર પ્રભુત્વ જમાવ્યું. આ જીત સાથે, શીએ લક્ષ્ય પર

પોતાનો હેડ-ટુ-હેડ રેકોર્ડ 4-1 સુધી પહોંચાડ્યો.

પ્રથમ રમતની શરૂઆતમાં, બંને ખેલાડીઓએ શાનદાર રેલીઓ સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ

રાખ્યા. લક્ષ્યની ભૂલ પર 47-શોટ લાંબી રેલીનો

અંત આવ્યો અને શીએ લીડ મેળવી. જોકે લક્ષ્યે મધ્યમાં વાપસી કરીને 11-11 ની બરાબરી કરી, પરંતુ તે પછી

ચીની ખેલાડીએ, સતત આક્રમક સ્મેશ સાથે લીડ મેળવી અને પ્રથમ ગેમ 21-17 થી જીતી લીધી.

બીજી રમતમાં, લક્ષ્યે સારી શરૂઆત કરી અને મેચ 5-5 સુધી બરાબર રહી.

પરંતુ શીએ તેની ગતિ અને વિવિધ શોટ્સ સાથે લીડ લેવાનું શરૂ કર્યું. તેના 414 કિમી/કલાકના

સ્મેશએ, મેચનો માર્ગ નક્કી કર્યો. જોકે લક્ષ્યે સ્કોરને 16-17 સુધી લઈ જઈને

મજબૂત વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિર્ણાયક ક્ષણોમાં સતત બે અનફોર્સ્ડ ભૂલોએ તેને હાર

તરફ ધકેલી દીધો. આખરે, શીએ બીજી ગેમ 21-19 થી જીતીને મેચ

જીતી લીધી.

મહિલા યુગલમાં પણ હાર-

ભારતની પાંડા બહેનો - ઋતુપર્ણા અને શ્વેતાપર્ણા – પણ, પહેલા

રાઉન્ડમાં હારી ગઈ અને બહાર ફેંકાઈ ગઈ. તેઓ બુલ્ગારિયાની સ્ટોએવા બહેનો -

ગેબ્રિએલા અને સ્ટેફાની - દ્વારા 21-12, 21-11 થી ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande