બાંગ્લાદેશી મૂળના શરીફુલ, અમેરિકી એરફોર્સમાં બ્રિગેડિયર જનરલ બન્યા
ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી,26 ઓગસ્ટ (હિ.સ.) ઢાકા સ્થિત અમેરિકી એમ્બેસીએ આજે, ​​ફેસબુક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે,” શરીફુલ એમ ખાનને બ્રિગેડિયર જનરલના પદ પર બઢતી આપવામાં આવી છે. તેઓ અમેરિકી એરફોર્સમાં આ પદ પ્રાપ્ત કરનારા
દૂતાવાસ


ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી,26 ઓગસ્ટ (હિ.સ.)

ઢાકા સ્થિત અમેરિકી એમ્બેસીએ આજે, ​​ફેસબુક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે,” શરીફુલ

એમ ખાનને બ્રિગેડિયર જનરલના પદ પર બઢતી આપવામાં આવી છે. તેઓ અમેરિકી એરફોર્સમાં આ

પદ પ્રાપ્ત કરનારા પ્રથમ બાંગ્લાદેશી-અમેરિકન છે.”

પોસ્ટમાં લખ્યું છે, બ્રિગેડિયર જનરલ શરીફુલ એમ ખાનને અભિનંદન. તેઓ

અમેરિકન શ્રેષ્ઠતાનું ઉદાહરણ છે અને બાંગ્લાદેશી-અમેરિકન સમુદાય માટે એક પથદર્શક

છે.

ધ ડેઇલી સ્ટાર અખબારના જણાવ્યા અનુસાર,”ઢાકા સ્થિત અમેરિકી

એમ્બેસીએ પણ લખ્યું છે,

અમેરિકી એરફોર્સમાં આ પદ પ્રાપ્ત કરનારા પ્રથમ બાંગ્લાદેશી-અમેરિકન તરીકે, બ્રિગેડિયર જનરલ

ખાન માતૃભૂમિની રક્ષા કરવા અને અમેરિકન સુરક્ષાને આગળ વધારવા માટે, સમર્પણ અને

સેવાના મૂલ્યોને મૂર્તિમંત કરે છે.

બ્રિગેડિયર જનરલ ખાન હાલમાં વર્જિનિયાના આર્લિંગ્ટનમાં

પેન્ટાગોનમાં ગોલ્ડન ડોમ ફોર અમેરિકાના સ્ટાફ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. 1997માં યુનાઇટેડ

સ્ટેટ્સ એરફોર્સ એકેડેમીમાંથી કમિશન્ડ થયેલા બ્રિગેડિયર જનરલ ખાનને નેશનલ

રિકોનિસન્સ ઓફિસમાં અવકાશ નિયંત્રણ, પ્રક્ષેપણ અને ઉપગ્રહ કામગીરીમાં ઓપરેશનલ અનુભવ છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande