નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)
એ સોમવારે દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલને, 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી.
આરોપી કોન્સ્ટેબલનું નામ રાજકુમાર મીણા છે અને તે અશોક વિહાર પોલીસ સ્ટેશનમાં ફરજ
બજાવતો હતો.
સીબીઆઈને ફરિયાદ મળી હતી કે,” એક સબ-ઇન્સ્પેક્ટર અને આ હેડ
કોન્સ્ટેબલ મળીને એક વ્યક્તિ પાસેથી તેની વિરુદ્ધ એફઆઈઆર ન નોંધવાના બદલામાં 3 લાખ રૂપિયાની
માંગ કરી રહ્યા હતા. બાદમાં મામલો 2 લાખ રૂપિયામાં સમાધાન થયુ અને ફરિયાદીને પહેલા 1 લાખ રૂપિયા
આપવાનું કહેવામાં આવ્યું. 25 ઓગસ્ટના રોજ
ફરિયાદી કોન્સ્ટેબલને પૈસા આપવા ગયો ત્યારે સીબીઆઈની ટીમે છટકું ગોઠવી દીધું હતું.
રાજકુમાર મીણાએ પૈસા લેતાની સાથે જ તે ત્યાં જ ઝડપાઈ ગયો. ધરપકડ બાદ સીબીઆઈએ વધુ
તપાસ શરૂ કરી છે.“
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ