જામનગર જિલ્લાના કાલાવડમાં નિયમ વિરૂદ્ધ પ્રસુતી ગૃહ ચલાવતા બે સામે ફરિયાદઃ મુદ્દામાલ કબજે
જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.): જામનગર જિલ્લાના કાલાવડના પીડબલ્યુડી સર્કલ પાસે નિયમ વિરૂદ્ધ પ્રસુતી ગૃહ ચલાવવા અંગે એસઓજી પોલીસે બે શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે અને દવાખાનામાંથી દવા, સાધનો મળી રૂ. ૩૮ હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યાે છે. કાલાવડ શહે
ફરિયાદ


જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.): જામનગર જિલ્લાના કાલાવડના પીડબલ્યુડી સર્કલ પાસે નિયમ વિરૂદ્ધ પ્રસુતી ગૃહ ચલાવવા અંગે એસઓજી પોલીસે બે શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે અને દવાખાનામાંથી દવા, સાધનો મળી રૂ. ૩૮ હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યાે છે. કાલાવડ શહેરમાં ડોક્ટર ન હોવા છતાં બે શખ્સ દવાખાનુ ચલાવતા હોવાની બાતમી મળતા એસઓજી સ્ટાફે કાલાવડમાં દીપક ખીમજીભાઇ સોંદરવા નામના શખ્સના કહેવાતા દવાખાનામાં દરોડો પાડ્યો હતો. ત્યાથી કાલાવડનો સંજય હીરાભાઈ વાઘેલા નામનો શખ્સ મળી આવ્યો હતો.

એસઓજીએ પૂછપરછ કરતા દિપક ખીમજીભાઈ અગાઉ જનની પ્રસુતિગૃહમાં નોકરી કરતો હોવાનું અને લાંબા સમય સુધી ત્યાં નોકરી કર્યા પછી થોડી ઘણી જાણકારી મેળવી લઈ આ શખ્સે પોતે ડોક્ટર ન હોવા છતાં દવાખાનું શરૂ કરી દીધાનું અને તેમાં સંજય વાઘેલાને પણ સાથે રાખ્યાનુ બહાર આવતા એસઓજીએ બંને સામે કાર્યવાહી કરી આ શખ્સના કહેવાતા દવાખાનામાંથી તબીબી સાધનો વગેરે મળી કુલ રૂપિયા ૩૮,૬૪૪નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં બંને સામે ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande