પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.); પાલનપુર ખાતે રહેતા 14 વર્ષ અને 7 મહિનાના કિશન મહેશભાઈ રાજપૂતના ગુમ થવાની ઘટના સામે આવી છે. કિશનના ગુમ થવાના મામલે તેની માતા કોકિલાબેન મહેશભાઈ રાજપૂતે શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ગુમ થયેલા સગીર વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, કિશન 19 ઓગસ્ટ 2025ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે શંખેશ્વરથી રિક્ષામાં બેઠો હતો અને હોસ્ટેલ જવા માટે નીકળ્યો હતો. જોકે, તે હોસ્ટેલ સુધી પહોંચ્યો નહીં અને ત્યારથી તેનું કોઈ અતપત ચાલ્યું નથી.
કિશનના ગુમ થવાના સંબંધે શંખેશ્વર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 137(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાને લઈને પરિવારજનોમાં ચિંતાનું માહોલ સર્જાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ