પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.): શંખેશ્વર તાલુકાના પ્લોટ વિસ્તારમાં રહેતા ખેડૂત માદેવભાઈ ભગવાનભાઈ દેસાઈના ટ્રેક્ટર અને કલ્ટીવેટર ચોરી ગયો છે. આ અંગે માદેવભાઈએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 61 વર્ષીય માદેવભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, તેમના પ્લોટમાં પાર્ક કરેલું એસ્કોર્ટ કંપનીનું પાવર ટ્રેક-439 E1 મોડેલનું વાદળી કલરનું ટ્રેક્ટર અને સાથેનો કલ્ટીવેટર કોઈ અજાણ્યો ઈસમ ચોરી લઈ ગયો છે. ચોરી ગયેલી વસ્તુઓની અંદાજિત કિંમત રૂ. 2,50,000 છે.
આ ચોરીની ઘટના 24 ઓગસ્ટ 2025ના સાંજે 7 વાગ્યાથી 25 ઓગસ્ટની સવારે 5 વાગ્યા વચ્ચે બની હતી. રાત્રિ દરમિયાન અજાણ્યા ચોરે ટ્રેક્ટર અને કલ્ટીવેટર ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ