ગીર સોમનાથ 26 ઓગસ્ટ (હિ.સ.) અખંડ ભારતીય સ્વાભિમાન મંચ (ABSM) દ્વારા શહીદ સૈનિકોના સન્માનમાં આયોજિત 'શિંદુર સ્વાભિમાન યાત્રા'નું કોડીનાર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નડાબેટથી દાંડી સુધીની આ યાત્રા સોમનાથ સાયન્સ એકેડેમી-કોડીનાર ખાતે પહોંચતા ભાજપ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ હાર્દિકસિંહ ડોડીયાના અધ્યક્ષ સ્થાને તેનું સ્વાગત થયું.સ્વાગત બાદ સોમનાથ સાયન્સ એકેડેમીના ઇન્ડોર સ્પોર્ટ્સ હોલમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં માજી સૈનિકો સહિત અનેક સ્થાનિક આગેવાનો અને શહેરીજનો હાજર રહ્યા હતા. હાર્દિકસિંહ ડોડીયાએ શહીદ સૈનિકોના બલિદાન અને દેશભક્તિ વિશે પ્રવચન આપ્યું હતું.આ યાત્રા કોડીનાર બાદ અરણેજ ગામ અને તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં આગળ વધી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ