ગીર સોમનાથ, 26 ઓગસ્ટ (હિ.સ.) ઉનામાં સતત 21 વર્ષથી ઉના - ગીરગઢડા તાલુકા ફોટોગ્રાફર & વિડીયોગ્રાફર એસોસિયેશન (21 વર્ષ જૂનું) દ્વારા આયોજિત તેમજ CGPTIA ના સહયોગથી નિસ્વાર્થ ભાવે સેવાકીય હેતુથી AI વર્કશોપનું નગરપાલિકા A.C ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવેલ હતું, તેમાં ખ્યાતનામ મેન્ટર શ્રી માનવભાઈ પટેલ તેમજ તેઓની ટીમ દ્વારા AI & એડવાન્સ ફોટોગ્રાફી, સિનેમેટોગ્રાફી, ગીમ્બલ બેલેન્સિંગ વિશે ની ઘણી બધી નવી ટેકનોલોજી ની માહિતી આપી, આ ફ્રી આયોજન નો ઉના પંથક તેમજ આસપાસના ગામના ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રોએ લાભ લીધો. આ વર્કશોપ માં ફોટોગ્રાફી સાથે સંકળાયેલ ઘણી બધી કંપનીઓ ઉનામાં એક જ જગ્યાએ સૌપ્રથમ આવી અને સહભાગી થઈ, ઘણી બધી કંપનીઓનો પ્રોડક્ટ લાઈવ ડેમોસ્ટ્રેશન પણ રાખેલું હતું.
આ પ્રસંગે એસોસિયનના પ્રમુખશ્રી નિલેશભાઈ ખોખર (નવરંગ કલર લેબ), દિલીપભાઈ (મોનાલીસા), વિજયભાઈ (જય ડિજિટલ), પરેશભાઈ પુરોહિત (નુપુર ફોટો ગુડ્સ), સંજયભાઈ (આનંદ સ્ટુડિયો), વિશાલભાઈ (ફ્યુચર ટેક કોમ્પ્યુટર), સમીરભાઈ (રાજન સ્ટુડિયો), જાનકી સ્ટુડિયો, મિલનભાઈ ગીરગઢડા તેમજ એસોસિયન કમિટી ટીમ દ્વારા નિસ્વાર્થ ભાવે ખુબ જ સરસ આયોજન તેમજ સ્વરુચિ ભોજન ની વ્યવસ્થા કરી હતી અને નવી AI ટેકનોલોજી ની માહિતી આપી હતી, ફોટોગ્રાફર મિત્રોને ને એ આઈ નવી ટેકનોલોજી ની માહિતી તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા એ બદલ 21 વર્ષ જુના ઉના ગીર ગઢડા તાલુકા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિયન નો ખુબ ખુબ આભાર તેઓ ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રોને નવી ટેકનોલોજી સાથે અપડેટ રાખવા માટે નિસ્વાર્થ ભાવે ફોટોગ્રાફર ના હિતમાં સતત પ્રયત્નો કરે છે તેમજ આવા નિસ્વાર્થ કાર્યક્રમને લઈને ઊના પંથકમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ