ગીર સોમનાથના નલિયામાંડવી ખાતે નિરામય કેમ્પ યોજાયો, મેદસ્વિતા સહિત એન.સી.ડી. રોગો માટે તપાસ અને માર્ગદર્શન અપાયું
ગીર સોમનાથ 26 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવે છે. આ દરિયાકિનારાના વિસ્તારની આસપાસ રહેતા ગ્રામ્ય વિસ્તારના લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે એ માટે આરોગ્યવિભાગ સતત કાર્યરત છે. આરોગ્ય વિભાગ દ્વારા નલિયામાંડવી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં નિ
ગીર સોમનાથ  નલિયામાંડવી ખાતે નિરામય કેમ્પ યોજાયો


ગીર સોમનાથ 26 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવે છે. આ દરિયાકિનારાના વિસ્તારની આસપાસ રહેતા ગ્રામ્ય વિસ્તારના લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે એ માટે આરોગ્યવિભાગ સતત કાર્યરત છે.

આરોગ્ય વિભાગ દ્વારા નલિયામાંડવી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં નિરામય કેમ્પ યોજાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા નિરામય કેમ્પમાં વિવિધ રોગોની તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આરોગ્ય તપાસ ટીમ દ્વારા પ્રાથમિક શાળા ખાતે નિરામય કેમ્પની સાથે જ નલિયામાંડવી દરિયા પટ્ટીના વિસ્તારમાં સગર્ભા તપાસ આયોજન કરવામાં આવ્યું હતું. તજજ્ઞોએ મેદસ્વિતા સહિતના એન.સી.ડી રોગો માટે નિદાન કરી અને સારવાર પૂરી પાડવામાં આવી હતી તેમજ આઈ.ઈ.સી. વિતરણ કરી લોકોને એન.સી.ડી. રોગોની સમજણ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande