ગીર સોમનાથ 26 ઓગસ્ટ (હિ.સ.) સીટી મામલતદાર કચેરી અને ઈન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા વરિષ્ઠ નાગરિક દિવસની ઊજવણીના ભાગરૂપે વરિષ્ઠ નાગરિક કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૩૦ ઑગસ્ટ ૨૦૨૫ સુધી સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી એટીવીટી શાખા, સિટી મામલતદાર કચેરી, વેરાવળ ખાતે ૬૦ વર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિક કાર્ડ કઢાવી શકશે.
આધાર-રેશન કાર્ડની ઝેરોક્ષ (જેમાં વેરાવળ શહેરનું સરનામું હોવું જોઈએ), જન્મ પ્રમાણપત્ર અને લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ જેવા જરૂરી દસ્તાવેજો સાથે લાવવાના રહેશે.
ફોટોગ્રાફ સ્થળ પર જ પાડવામાં આવશે તેમજ એટીવીટી ફી રૂ. ૨૦ રહેશે તેમજ વધુ માહિતી માટે ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના સંપર્ક નંબર ૦૨૮૭૬ ૨૪૮૭૧૦ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ