જૂનાગઢ 26 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ સંગ્રહાલય તાજ મંઝિલ સરદારબાગ સ્થિત ઈમારતનું મરામત અને જાળવણીનું સિવિલ વર્ક અને ઇલેક્ટ્રિકલ વર્ક હાલ શરૂ છે. જેથી જાહેર જનતા,પ્રવાસીઓ, મુલાકાતીઓ માટે આ સંગ્રહાલય તા. ૨૬/૮/૨૦૨૫ થી તા.૩૦/૧૦/૨૦૨૫ સુધી બંધ રાખવામાં આવ્યુ છે.
જેની જાહેર જનતા અને સંબંધીઓએ નોંધ લેવા જૂનાગઢ સંગ્રહાલય ક્યુરેટરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ