ન્યૂયોર્ક, નવી દિલ્હી,26 ઓગસ્ટ (હિ.સ.)
બે વખતની વિમ્બલ્ડન વિજેતા અને ભૂતપૂર્વ વિશ્વ નંબર-2 ચેક રિપબ્લિક
સ્ટાર ટેનિસ ખેલાડી પેટ્રા ક્વિતોવાએ યુએસ ઓપન 2025 ના પ્રથમ રાઉન્ડમાં હાર બાદ વ્યાવસાયિક
ટેનિસમાંથી, નિવૃત્તિ લીધી.
સોમવારે ફ્લશિંગ મીડોઝ ખાતે રમાયેલા પ્રથમ રાઉન્ડમાં ક્વિતોવાને,
ફ્રાન્સની ડાયેન પેરી સામે 6-1, 6-0થી હારનો સામનો કરવો પડ્યો.
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં, 35 વર્ષીય ડાબોડી
ખેલાડી ભાવુક થઈ ગઈ અને તેણે પોતાની કારકિર્દીને અલવિદા કહ્યું.
મેચ પછી, ક્વિતોવાની આંખો કોર્ટ પર આંસુઓથી ભરાઈ ગઈ અને તેણે તેના
પતિ અને કોચ જીરી વાનેકને ગળે લગાવ્યા. બંને ગયા વર્ષે જુલાઈમાં પુત્ર પેટ્રના
માતાપિતા બન્યા, ત્યારબાદ ક્વિતોવા
17 મહિનાના અંતરાલ
પછી આ વર્ષે કોર્ટ પર પરત ફર્યા હતા.
ક્વિતોવાએ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે,” તે યુએસ
ઓપન પછી ટેનિસમાંથી નિવૃત્તિ લેશે.”
તેણીની શાનદાર કારકિર્દીમાં, ક્વિતાવાએ 2011 અને 2014 માં વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. 2019 માં, તે ઓસ્ટ્રેલિયન
ઓપનમાં રનર-અપ રહી હતી અને વિશ્વ રેન્કિંગમાં નંબર-2 પર પહોંચી હતી.
ડિસેમ્બર 2016 માં, ક્વિતોવાની કારકિર્દી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, જ્યારે એક
હુમલાખોર તેના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર છરીથી હુમલો કર્યો. તેના ડાબા કાંડા અને
આંગળીઓ પર સર્જરી કરાવવી પડી હતી. આમ છતાં, તે માત્ર છ મહિના પછી ફ્રેન્ચ ઓપનમાં કોર્ટ પર પાછી ફરી અને
તેનો પહેલો જ મેચ જીતી ગઈ.
પોતાની કારકિર્દીને યાદ કરતા, ક્વિતાવાએ કહ્યું - મને ઘણી બાબતો પર
ગર્વ છે. ખાસ કરીને માનસિક શક્તિ. ઇજાઓ અને બીમારીઓ છતાં હંમેશા ટોપ-10 માં રહેવું એ
મારા માટે એક ખાસ સિદ્ધિ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ