દરિયાગંજમાં બિહારથી આવેલા સ્થળાંતરિત કામદારોના મૃત્યુ અંગે, એનએચઆરસી એ નોટિસ જારી કરી
નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી) એ 20 ઓગસ્ટના રોજ દિલ્હીના દરિયાગંજમાં નિર્માણાધીન, ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થવાથી ત્રણ કામદારોના મૃત્યુ અંગે નોટિસ જારી કરી છે. બધા મૃતકો બિહારના સ્થળાંત
દરિયાગંજમાં બિહારથી આવેલા સ્થળાંતરિત કામદારોના મૃત્યુ અંગે, એનએચઆરસી એ નોટિસ જારી કરી


નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી) એ 20 ઓગસ્ટના રોજ

દિલ્હીના દરિયાગંજમાં નિર્માણાધીન, ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થવાથી ત્રણ

કામદારોના મૃત્યુ અંગે નોટિસ જારી કરી છે.

બધા મૃતકો બિહારના સ્થળાંતરિત કામદારો હતા. આયોગે રાષ્ટ્રીય

રાજધાની પ્રદેશ દિલ્હી સરકારના મુખ્ય સચિવ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને મધ્ય દિલ્હીના

ડેપ્યુટી પોલીસ કમિશનરને નોટિસ જારી કરી છે અને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર

અહેવાલ આપવા જણાવ્યું છે.

નોંધનીય છે કે, ઘટના સમયે લગભગ 15 કામદારો

ઘટનાસ્થળે હતા. ઇમારતના માલિક અને કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande