નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) ઉત્તર રેલવેએ મંગળવારે જણાવ્યું હતું કે, જમ્મુ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને 10 થી વધુ મુસાફરોની સેવાઓ રદ કરવામાં આવી છે. ઉત્તર રેલવેના પ્રવક્તા હિમાંશુ શેખરે જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, ઉત્તર રેલવેના જનરલ મેનેજર અને જમ્મુ ડિવિઝનલ રેલવે મેનેજર તેમની ટેકનિકલ ટીમ સાથે પઠાણકોટમાં હાજર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને હવામાન અને ટ્રેકની સ્થિતિ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કેટલીક રદ કરાયેલી સેવાઓ - 22440 કટરા-નવી દિલ્હી વંદે ભારત -22462 કટરા-નવી દિલ્હી શ્રી શક્તિ એક્સપ્રેસ -22462 કટરા-દિલ્હી સરાઈ રોહિલ્લા એસી એક્સપ્રેસ -14610 કટરા-ઋષિકેશ હેમકુંડ એક્સપ્રેસ.
મુસાફરોને તેમની મુસાફરી પહેલાં, ટ્રેન સેવાઓની અપડેટ સ્થિતિ વિશે માહિતી મેળવવા અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ