પ્રધાનમંત્રીનો જાપાન, ચીન પ્રવાસ: એસસીઓ સમિટ સિવાય દ્વિપક્ષીય વાટાઘાટો સંભવ
નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટની સાંજે જાપાનની સત્તાવાર મુલાકાત માટે રવાના થશે. તેઓ 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં, જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાં સાથે 15મા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા જ
પ્રધાનમંત્રીનો જાપાન, ચીન પ્રવાસ: એસસીઓ સમિટ સિવાય દ્વિપક્ષીય વાટાઘાટો સંભવ


નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટની સાંજે

જાપાનની સત્તાવાર મુલાકાત માટે રવાના થશે. તેઓ 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં, જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાં સાથે

15મા ભારત-જાપાન

વાર્ષિક સમિટમાં ભાગ લેવા જશે. આ પછી, પ્રધાનમંત્રી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે શંઘાઈ કોઓપરેશન કાઉન્સિલ (એસસીઓ)ના

રાષ્ટ્રાધ્યક્ષોની 25મી બેઠક માટે

ચીનના, તિયાનજિનની મુલાકાત લેશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ મંગળવારે અહીં એક

પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,”એસસીઓ સમિટ ઉપરાંત ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ

યોજાશે. અમે હજુ પણ આ બેઠકોને અંતિમ સ્વરૂપ આપવામાં રોકાયેલા છીએ.”

વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) તન્મય લાલે જણાવ્યું હતું

કે,” એસસીઓ બેઠકનો કાર્યક્રમ 31 ઓગસ્ટની સાંજે સ્વાગત રાત્રિભોજન અને 01 સપ્ટેમ્બરના રોજ

મુખ્ય સમિટ હશે. એસસીઓના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમાં ભાગ લેશે.” આતંકવાદ

અંગેના એક પ્રશ્નના જવાબમાં તન્મય લાલે કહ્યું કે,” એસસીઓની સ્થાપનાનો મુખ્ય

ઉદ્દેશ્ય આતંકવાદ, અલગતાવાદ અને

ઉગ્રવાદ દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવાનો હતો. આ પડકાર હજુ પણ યથાવત છે. એસસીઓની

અગાઉની ઘોષણાઓમાં સરહદ પાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરવામાં

આવી છે.”

આગામી ઘોષણામાં પણ આ વાત પર ભાર મૂકવામાં આવશે. નોંધનીય છે

કે, હાલમાં આ સંગઠન 10 સભ્ય દેશોથી

બનેલું છે - ભારત, બેલારુસ, ચીન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને

ઉઝબેકિસ્તાન. આ સાથે, ઘણા સંવાદ

ભાગીદારો અને નિરીક્ષક દેશો પણ જોડાયેલા છે. સંગઠનનું સચિવાલય બીજિંગમાં સ્થિત છે

અને તેનું પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું તાશ્કંદમાં કાર્યરત છે. વિદેશ સચિવ

વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે,” લગભગ સાત વર્ષમાં આ વડાપ્રધાન મોદીની જાપાનની

પ્રથમ સ્વતંત્ર મુલાકાત છે.”

છેલ્લી વખત તેઓ 2018 માં, વાર્ષિક શિખર સંમેલન માટે ગયા હતા. વડાપ્રધાન બન્યા

પછી આ તેમની જાપાનની આઠમી મુલાકાત હશે. મોદી અને ઇશિબા આંતરરાષ્ટ્રીય પરિષદો

દરમિયાન અગાઉ મળ્યા હતા. હવે આ ચર્ચાઓને ટોક્યોમાં યોજાનારી, વાર્ષિક બેઠકમાં આગળ

વધારવામાં આવશે. તેમણે કહ્યું કે,” ભારત અને જાપાન લોકશાહી મૂલ્યો અને સમાન

વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે. બંને દેશો વચ્ચેના સંબંધોનો વ્યાપ વેપાર, રોકાણ, સંરક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ, લોકો વચ્ચેના

સંપર્ક અને સાંસ્કૃતિક સહયોગ સુધી વિસ્તરે છે. આ સમિટમાં આ બધા પાસાઓની વિગતવાર

સમીક્ષા કરવામાં આવશે અને નવી પહેલ શરૂ કરવામાં આવશે.”

વિદેશ સચિવે કહ્યું કે,” તાજેતરના વર્ષોમાં ભારત-જાપાન

સંરક્ષણ સહયોગ એક મજબૂત સ્તંભ તરીકે ઉભરી આવ્યો છે. મે 2025 માં બંને દેશોના

સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં સંરક્ષણ સાધનો અને તકનીકી સહયોગની ચર્ચા કરવામાં આવી

હતી. બંને પક્ષો યુનિકોર્ન પ્રોજેક્ટ હેઠળ એક શેર કરેલ રડાર માસ્ટ વિકસાવી રહ્યા

છે. ભારતીય નૌકાદળ અને જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ જહાજોના જાળવણીમાં

સહયોગની શક્યતાઓની પણ સમીક્ષા કરી રહ્યા છે. ભારતના ડીઆરડીઓઅને જાપાનના એટીએલએવચ્ચે, સતત ચર્ચા

ચાલી રહી છે. મિસ્ત્રીએ કહ્યું કે,” ભારત અને જાપાનની અવકાશ એજન્સીઓ ચંદ્ર ધ્રુવીય

સંશોધન મિશન પર સાથે મળીને, કામ કરી રહી છે. તે ભારતના ચંદ્રયાન-5 મિશન સાથે

જોડાયેલ છે અને ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ્સ માટે તકો પૂરી પાડે છે.”

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande