અમદાવાદ, નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે ગુજરાતના હાંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટથી કંપનીના પ્રથમ વૈશ્વિક બેટરી ઇલેક્ટ્રિક વાહન (બીઈબી) 'ઈ-વિટારા'ને લીલી ઝંડી આપી. ભારતમાં ઉત્પાદિત આ ઇલેક્ટ્રિક કાર યુરોપ અને જાપાન જેવા અદ્યતન બજારો સહિત 100 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ, હાંસલપુરમાં સુઝુકીના ઈવી ઉત્પાદન સુવિધાની મુલાકાત લીધી અને અમદાવાદ જિલ્લાના હાંસલપુરમાં ટીડીએસ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્લાન્ટ તોશિબા, ડેન્સો અને સુઝુકીનું સંયુક્ત સાહસ છે. આ દ્વારા, બેટરી મૂલ્યના 80 ટકાથી વધુનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે, જે આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂતી આપશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુઝુકી મોટર કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (એમડી અને સીઈઓ) હિસાશી તાકેઉચી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ