પોરબંદર, 26 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના નરસંગટેકરી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર નજીકની સોસાયટીમા રહેતા હર્ષ ગોપાલભાઈ મસાણી અને તેમની માતા આશાબેન બે દિવસ પૂર્વે નરસંગટેકરી બ્રિજ પર પસાર થઇ રહ્યા હતા, તે દરમ્યાન બેફામ બનીને દોડતી કારે બાઈકને ઠોકર મારતા આશાબેનનુ મોત થયુ હતુ. જયારે તેમના પુત્ર હર્ષને ગંભીર ઈજા પહોંચી હતી, હિટ એન્ડ રનની ઘટનામા પોલીસે કાર ચાલક લખમણ હરદાસ કડછા નામના શખ્સને ઝડપી લીધો હતો, અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya