જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરના પટેલ વિસ્તારની શેરી નંબર પાંચમાં શિવ એપાર્ટમેન્ટમાં રહેતા બીપીનભાઈ કાનજીભાઈ બાબરીયા નામના આસામીએ પોતાના એપાર્ટમેન્ટની બહાર ગઈ તા.૨૩ની સાંજે પોતાનું એક્સિસ સ્કૂટર મૂક્યું હતું. તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે સ્કૂટરની સીટ પર તેઓએ પુઠાનુ બોક્સ પડેલું જોયું હતું અને સ્કૂટર પર કલરના છાંટા ઉડેલા જોવા મળ્યા હતા.
તેથી તેઓએ ત્યાં કલરની દુકાન ચલાવતા સૈફુદીન આબીદ વોરાને આ બાબતે કહૃાું હતું, તેથી ઉશ્કેરાયેલા સેફુદીન તથા તેની દુકાનના કર્મચારી સમીર અશરફ હાલેપોત્રાએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી બીપીનભાઈ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.
ત્યારપછી થોડીવાર વીત્યે સૈફુદ્દીન, સમીર અને અજાણ્યો શખ્સ બીપીનભાઈના ઘરે ધસી આવ્યા હતા અને તેઓએ ગાળો ભાંડી બીપીનભાઈને બહાર આવવાનું કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt