રાષ્ટ્રપતિએ, ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ, દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, મંગળવારે ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે, આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ- ફાઈલ ફોટો


નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, મંગળવારે ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે, આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશને જ્ઞાન અને સુખાકારીના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. આપણે બધા તેમના આશીર્વાદથી નવી શરૂઆત અને વિઘ્નો દૂર કરવાની ઇચ્છા રાખીએ છીએ.

તેમણે કહ્યું કે, આ તહેવાર આપણને નવા લક્ષ્યો સાથે સકારાત્મક લાગણીઓ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે. રાષ્ટ્રપતિએ લોકોને પર્યાવરણનું રક્ષણ કરવા અને સ્વચ્છ, હરિયાળા અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં યોગદાન આપવાના સંકલ્પ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા હાકલ કરી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande