નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક
મોહન ભાગવતે મંગળવારે જણાવ્યું હતું કે,” સંઘના કાર્યની પ્રેરણા સંઘની પ્રાર્થનાના
અંતે કહેવામાં આવેલા 'ભારત માતા કી જય' વાક્યમાંથી મળે
છે. સંઘની રચના, ભારતને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે અને તેનું મહત્વ ભારતને
વિશ્વગુરુ બનાવવામાં રહેલું છે.”
સરસંઘચાલક એ કહ્યું કે,” ભારતનો સ્વભાવ સંઘર્ષ નહીં પણ
સમન્વય છે. વિવિધતામાં એકતા, ભારતની ઓળખ છે. સંઘ આ ઓળખને તેના ઉદ્દેશ્ય તરીકે
રાખીને કાર્ય કરે છે. શબ્દો બદલાઈ શકે છે - કોઈ પોતાને હિન્દુ કહે છે, કોઈ ભારતીય કે
સનાતની - પરંતુ તેમની પાછળ ભક્તિ અને શ્રદ્ધાની લાગણી સમાન છે. ધીમે ધીમે, તે લોકો પણ
પોતાને હિન્દુ કહેવા લાગ્યા છે, જેમણે પહેલા અંતર જાળવતા હતા.”
સંઘના પ્રમુખે મંગળવારે, નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં
સમાજના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો સાથે, સંઘની 100 વર્ષની સફર પર,
સંવાદનો પ્રથમ તબક્કો યોજ્યો. આ પરિષદ આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. સમ્મેલનનો
વિષય 'સંઘની યાત્રાના 100 વર્ષ - નવી
ક્ષિતિજો' છે.” વ્યાખ્યાન
શ્રેણી કાર્યક્રમના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડતા, ડૉ. ભાગવતે કહ્યું કે,” સંગઠને વિચાર્યું કે, સંઘ વિશે સત્ય
અને સાચી માહિતી સમાજ સુધી પહોંચવી જોઈએ. 2018 માં પણ આવી જ એક ઘટનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
વખતે ચાર સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી સંઘનું સાચું સ્વરૂપ શક્ય
તેટલા લોકો સુધી પહોંચી શકે.”
સંઘની કાર્યપદ્ધતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે,” સંઘ
કોઈ પ્રતિક્રિયામાં જન્મ્યો નથી પરંતુ હિન્દુ સમાજની સ્થિતિ જોઈને, અસ્તિત્વમાં
આવ્યો છે. સંઘનું મૂળ કાર્ય વ્યક્તિત્વ વિકાસ છે. સામાજિક ઉત્થાનના બે માર્ગ છે -
પ્રથમ, મનુષ્યનો વિકાસ
કરવો અને બીજું, તેમના દ્વારા
સામાજિક કાર્ય કરવું. સ્વયંસેવકો વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરે છે, પરંતુ સંઘ તે
સંગઠનોને નિયંત્રિત કરતું નથી.” ભાગવતે કહ્યું કે,” સંઘનો આધાર વસુધૈવ કુટુંબકમની
ભાવના છે. આ ક્રમિક વિકાસ હેઠળ, સંઘ ગામ, સમાજ અને રાષ્ટ્રને પોતાનું માને છે.”
'હિન્દુ' નામ સમજાવતા
તેમણે કહ્યું કે,” તેનો અર્થ ફક્ત ધાર્મિક જ નહીં પણ રાષ્ટ્ર પ્રત્યે જવાબદારીની
ભાવના પણ છે. આ નામ અન્ય લોકો દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ આપણે તેને
માનવશાસ્ત્રીય દૃષ્ટિકોણથી સ્વીકાર્યું છે. માણસ, માનવતા અને સૃષ્ટિ એકબીજા સાથે જોડાયેલા છે અને
એકબીજાને પ્રભાવિત કરે છે. હિન્દુ એટલે સમાવેશ અને સમાવેશની કોઈ સીમા નથી હોતી.” આ
સંદર્ભમાં તેમણે કહ્યું કે,” ભારતમાં રહેતા તમામ લોકોના પૂર્વજો અને ડીએનએ એક છે.”
ભાગવતે કહ્યું કે,” ગુલામીના કાલખંડ દરમિયાન, દેશના ઘણા
મહાપુરુષો માનતા હતા કે, 'ભારત માતા કી જય' હિન્દુ સમાજના
દુર્ગુણોને દૂર કર્યા વિના શક્ય નથી. ડૉ. હેડગેવારે વિચાર્યું કે, જ્યારે બીજાઓ
પાસે સમય નહીં હોય, ત્યારે તેઓ આ
કાર્ય જાતે કરશે. આ ઉદ્દેશ્ય સાથે, તેમણે 1925 માં નાગપુરમાં સંઘની સ્થાપના કરી અને સમગ્ર હિન્દુ સમાજને
સંગઠિત કરવાનો હેતુ રાખ્યો.”
તેમણે કહ્યું કે,” રાષ્ટ્રની પરિભાષા સત્તા પર આધારિત નથી.
આપણે જ્યારે પરતંત્ર હતા ત્યારે પણ, આપણે એક રાષ્ટ્ર હતા. જ્યારે સંઘ હિન્દુ
રાષ્ટ્ર વિશે વાત કરે છે,
ત્યારે તેનો અર્થ
કોઈને છોડી દેવાનો કે, કોઈનો વિરોધ કરવાનો નથી. સંઘ માને છે કે, સંગઠિત રહેવું એ
સમાજની કુદરતી સ્થિતિ છે,
જેમ શરીરની
કુદરતી સ્થિતિ સ્વસ્થ રહેવાની છે.” 1957ના સ્વતંત્રતા સંગ્રામનો ઉલ્લેખ કરતા સંઘના
પ્રમુખએ કહ્યું કે,” પહેલો પ્રયાસ સફળ ન થયો, પરંતુ તેનાથી સમાજમાં એક નવી ચેતના જાગૃત થઈ. ત્યારબાદ
પ્રશ્ન ઉભો થયો કે, મુઠ્ઠીભર અંગ્રેજો સામે આપણે કેવી રીતે હારી ગયા. આનાથી રાજકીય
સમજણની જરૂર પડી અને કોંગ્રેસ જેવો રાજકીય પ્રવાહ ઉભરી આવ્યો. સ્વતંત્રતા મળ્યા
પછી, આ પ્રવાહમાંથી
અપેક્ષિત વૈચારિક જ્ઞાન પ્રાપ્ત થયું નહીં, આ કોઈના પર દોષારોપણ નથી પણ એક તથ્ય છે.”
તેમણે કહ્યું કે,” સંઘની વિશેષતા એ છે કે, તે બાહ્ય
સ્ત્રોતો પર નહીં પરંતુ સ્વયંસેવકોના વ્યક્તિગત સમર્પણ પર ચાલે છે. 'ગુરુ દક્ષિણા' દ્વારા, દરેક સ્વયંસેવક
સંગઠનમાં, પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે છે. કાર્યકરો પોતે નવા કાર્યકરો તૈયાર કરે છે, અને આ પ્રક્રિયા નિરંતર
ચાલતી રહે છે.”
આ દરમિયાન, સંઘના સરકારીવાહ, ઉત્તર પ્રદેશના પ્રાંતીય સંઘચાલક પવન જિંદલ અને દિલ્હી
પ્રાંતના સંઘચાલક અનિલ અગ્રવાલ મંચ પર હાજર હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રાંત
કાર્યવાહ અનિલ ગુપ્તાએ કર્યું હતું. મંચ પર હાજર મહાનુભાવોનો પરિચય, પ્રાદેશિક
કાર્યવાહ રોશન લાલે કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં
વિજયાદશમીના દિવસે નાગપુરમાં, પરમ પૂજ્ય ડૉ. હેડગેવારજી દ્વારા કરવામાં આવી હતી. આ
વર્ષે સંઘ તેના શતાબ્દી વર્ષનું ઉજવણી કરી રહ્યું છે. આ ક્રમમાં, સંગઠને દેશભરના
સમાજ સાથે, વાતચીત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.”
આ કાર્યક્રમો 2 ઓક્ટોબરથી શરૂ થશે, જેમાં સંઘના
સ્વયંસેવકો દેશભરમાં ગણવેશમાં કૂચ કરશે. આ પછી, ઘરે ઘરે સંપર્ક અભિયાન, હિન્દુ પરિષદો, સદ્ભાવના બેઠકો અને સંઘ વિશે માહિતી આપવા સંબંધિત, અન્ય આયોજનો
થશે.
આ કડીમાં, સરસંઘચાલક મોહન ભાગવત દેશના ચાર મુખ્ય શહેરોમાં ત્રણ દિવસીય
સંવાદ કાર્યક્રમનું આયોજન કરશે. આ શ્રેણીનો પહેલો કાર્યક્રમ દિલ્હીના વિજ્ઞાન
ભવનમાં શરૂ થયો છે. વર્ષ 2018 માં પણ આ જ
સ્થળે આવો જ સંવાદ યોજવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / જીતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ