નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) આરએસએસના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે
મંગળવારે, વિજ્ઞાન ભવનમાં આયોજિત વ્યાખ્યાન શ્રેણીમાં જણાવ્યું હતું કે,”
સ્વતંત્રતા ચળવળ દરમિયાન સમાજને યોગ્ય દિશામાં પ્રબુદ્ધ કરવાનું કાર્ય અધૂરું રહી
ગયું હોવાથી, સંઘની સ્થાપના ડૉ. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી.”
સંઘના 100 વર્ષનો પ્રવાસ:
નવા ક્ષિતિજો વિષય પર ત્રણ દિવસીય વ્યાખ્યાન શ્રેણીમાં ડૉ. ભાગવતે કહ્યું
હતું કે,” ડૉ. હેડગેવારને લાગ્યું કે, સમાજના નિર્માણ માટે કોઈની પાસે સમય નથી, તેથી તેમણે પોતે
પહેલ કરી. સંઘનો વિચાર ઘણા વર્ષો પહેલા તેમના મનમાં આવ્યો હતો અને 1925ની વિજયાદશમી પર
તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.”
તેમણે કહ્યું, ડૉ. હેડગેવાર માનતા હતા કે, સમગ્ર હિન્દુ
સમાજનું સંગઠન રાષ્ટ્ર નિર્માણનો આધાર છે. જે કોઈ પોતાના નામ સાથે 'હિન્દુ' જોડે છે તે દેશ
અને સમાજ પ્રત્યે જવાબદાર બને છે.
સરસંઘચાલક એ સ્પષ્ટતા કરી કે, 'હિન્દુ' શબ્દ કોઈ બાહ્ય
ઓળખનું પ્રતીક નથી, પરંતુ એક વ્યાપક
માનવશાસ્ત્રીય અભિગમ છે. ભારતની પરંપરા વ્યક્તિ, સમાજ અને બ્રહ્માંડને એકબીજાથી જોડાયેલા અને
પ્રભાવિત માને છે. ડૉ. હેડગેવારના મતે, માણસનો વાસ્તવિક વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે, તે
વ્યક્તિગત પ્રગતિની સાથે સમાજ અને બ્રહ્માંડના વિકાસને અપનાવે.”
ડૉ. હેડગેવારના જીવનનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું, તેઓ જન્મજાત
દેશભક્ત હતા. કોલકતા (તે સમયે કલકત્તા) માં, તેમના તબીબી અભ્યાસ દરમિયાન, તેઓ અનુશીલન
સમિતિ સાથે જોડાયેલા હતા. ત્રિલોક્યાનાથ અને રાસબિહારી બોઝના પુસ્તકોમાં, તેમનો
ઉલ્લેખ છે. તેમનું કોડ નામ 'કોકીન' હતું.
તેમણે કહ્યું કે,” આ દેશમાં, હિન્દુઓ, શીખો અને બૌદ્ધો એકબીજા સાથે લડશે નહીં, પરંતુ રાષ્ટ્ર
માટે જીવશે અને બલિદાન આપશે. નેતાઓ, નીતિઓ અને પક્ષો સહાયક તત્વો છે, પરંતુ મુખ્ય
કાર્ય સમાજનું પરિવર્તન છે.”
ભાગવતે કહ્યું કે,” ભારત માતાએ તેના બાળકોને મૂલ્યો આપ્યા
છે, જેના માટે
પૂર્વજોએ બલિદાન આપ્યું હતું. એ જ પૂર્વજો સંઘનું પ્રેરણા કેન્દ્ર છે.” તેમણે
કહ્યું કે,” હિન્દુઓના વિવિધ પ્રકારો છે -કેટલાક તેને ગર્વથી માને છે, કેટલાક સામાન્ય
રીતે માને છે અને કેટલાક કોઈ કારણસર તેને સ્વીકારતા નથી.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ